રૂા. ૫૨૪ કરોડથી વધુના ખર્ચે ખારીક્ટ કેનાલ ડેવલોપમેન્ટના બે પેકેજના કામોને મંજુરી
October 27, 2022
અમદાવાદઃ મેયરશ્રી કિરીટભાઈ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેશભાઈ બારોટ, ભાજપ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ તથા દંડકશ્રી અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ અને સોલીડ વેસ્ટ, રીક્રીએશનલ કલ્ચરલ અને હેરિટેજ કમિટીના કામોને મંજૂરી આપવામા આવી છે.
રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનના વિવિધ વોર્ડોમાં જુદા જુદા પ્રકારના કામો જેવા કે, ઓડિટોરીયમ હોલમા ઓડીયો-વિડીયો સિસ્ટમ તેમજ સ્ટેજ લાઇટીંગ સિસ્ટમની ત્રણ વર્ષ માટે ઓપરેશન તેમજ કોમ્પ્રિહેન્સીવ મેઈન્ટેનન્સ સર્વિસ કોન્ટ્રકટનું કામ, કોલ્ડમીક્ષ ઇન્જેક્શન પોટહોલ્સ રીપેરીંગ મશીન દ્ધારા રોડનાં પેચવર્ક કરવાના કામો, જુદા જુદા રસ્તાઓ પર આવેલ બમ્પ,રીસરફેસ બમ્પ તેમજ નવા બનાવેલા બમ્પ ઉપર થર્મોપ્લાસ્ટીક પેઈન્ટ, કેટ આઈ, બમ્પ આહેડ સાઈન બોર્ડ, સી.આર બેઈઝ રોડ માર્કિંગ પેઈન્ટ વિગેરે કામગીરી કરવાના કામો, આર.સી.સી. રોડ બનાવવા તથા પીવર બ્લોક લગાડવાના કામો, ઓપન પાર્ટી પ્લોટ / ક્લ્ચરલ સેન્ટર બનાવવાના કામ, ટોયલેટ બ્લોક, પબ્લીક યુરીનલ, પે એન્ડ યુઝ રીપેરીંગ તથા મેઈન્ટેનન્સ કરવાના કામો, સ્લમ ક્લીયરન્સ હાઉસિંગ બોર્ડમાં રીપેરીંગ કરવાના કામ, રોડ પર ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જ કરવાના કામ, મ્યુ.શાળાઓ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં રીપેરીંગ, રીનોવેશન તથા જરૂરી અન્ય સુધારા વધારા કરવાના કામ,જુદા જુદા રસ્તા ઉપર મેન્ડેટરી, કોશનરી તથા ઈન્ફોરમેટીવ પ્રકારના સાઈન બોર્ડ, બોલાર્ડ, ફ્લેક્ષીબલ મીડીયન માર્કર તેમજ જુદા જુદા રસ્તાઓ ઉપર આવેલ જંકશનો ઉપર રેટ્રોરીફ્લેકટીવ પ્રકારના બાઈ લીન્ગુઅલ ડાયરેક્શન સાઈન બોર્ડ લગાવવાના કામ માટે કુલ રૂા. ૧૪૫૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ વેસ્ટ ટુ એનર્જિ પ્લાન્ટનાં પ્રોજેકટનાં કામમાં એજ્ન્સીની મળેલ રજુઆત અન્વયે કામગીરીની મુદત લંબાવવાના કામને મંજુરી આપવામાં આવી.
રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પૂર્વ, દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને ઉત્તરઝોનમાં જુદા જુદા વોર્ડોમાં જુદા જુદા પ્રકારના કામો જેવા કે, Supply of tractor with trolly including four labours ના કામ માટે, Supply of saplings Of Tree Plants ના કામ માટે, ગાર્ડન ડેવલોપ કરવાના કામો અને ગાર્ડન રી-ડેવલોપ કરવાના કામ માટે કુલ મળી રૂા. ૮૫૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
ઉપરાંત આજની કમિટીની મિટીંગમાં તાકિદનાં કામ તરીકે રજુ થયેલા વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીનાં દ્વારા રજૂ કરવામાં આવેલ કામોમાં, ખારીક્ટ કેનાલના ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત પાંચ પેકેજ પૈકી પેકેજ-૧ નરોડા સ્મશાન ગ્રુહથી નવયુગ શાળા કેનાલ ક્રોસીંગ સુધી તથા પેકેજ-૪ ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ અંગ્રેજી શાળા સુધી એમ કુલ-૨ પેકેજોમાં પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્ષની કેનાલ અને કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષનું કામ કરવા તથા પેકેજની ૫૦% જેટલી લંબાઈમાં લીનીયર ગાર્ડન કરવાનું તથા આશરે ૫૦% લંબાઇમાં પાર્કીંગ કરવાનું આયોજન કરવા સહિતના કામો માટે કુલ રૂા. ૫૨૪૦૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
વધુમાં, અમદાવાદ બોટાદ રેલ્વે લાઈન ઉપર ચાલતી ગેજ કન્વર્જનની કામગીરી અંતર્ગત લેવલ ક્રોસિંગ નં. ૨૬ (મકરબા લેક) અન્ડરપાસ માટે એપ્રોચની કામગીરી અન્વયે એસ. જી. હાઈવે તરફ્ના એપ્રોચમાં નડતરરૂપ ૨૦૦૦ મી.મી. અને ૧૮૦૦ મી.મી. વ્યાસની સ્ટોર્મ વોટર ટ્રન્ક મેઈન લાઈનને હટાવી તેની જગ્યાએ નવું આર.સી.સી.બોક્ષ/ ડકટ બનાવવાના કામ માટે રૂા. ૯૯ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી તથા
તાકીદના કામ તરીકે રજૂ થયેલ કામ પૈકી કોર્પોરેશન તરફથી રઝળતા પકડાયેલાં પશુઓ પૈકી સગર્ભા હોય તેવી ગાયો તથા જે પશુઓ દૂધાળાં હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતા હોય તેવા પશુઓના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો તે જીવલેણ થવાની સંભાવના રહે છે. આવા અબોલ અને જરૂરિયાતવાળા પશુઓને માનવતાના ધોરણે પશુ દીઠ રૂા. ૫,૦૦૦/- દંડ લઈ મુક્ત કરવા મ્યુ. કમિશનરશ્રી દ્વારા લીગલ અભિપ્રાય મેળવી આગળની આનુષંગિક કાર્યવાહી કરવાના કામને મંજુરી આપવામાં આવી.
તાજેતર ના લેખો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે