ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૧૦ નવેમ્બર સુધી આર્મી અગ્નિવીર ભરતી રેલીનું આયોજન
October 29, 2022
— રાજ્યના ૨૦ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવાનો આ ભરતી રેલીમાં સહભાગી બનશે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના ૨૦ જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના આર્મી અગ્નિવીર ભરતી રેલી માટે ૧૦ નવેમ્બર ૨૦૨૨ સુધી ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
અગ્નિવીર જનરલ ડ્યુટી (તમામ આર્મ્સ), અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ/ઈન્વેન્ટરી મેનેજમેન્ટ (બધા આર્મ્સ), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) (બધા આર્મ્સ) (હાઉસ કીપર અને મેસ કીપર) કેટેગરી માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે.
આ રેલી આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુર, ખેડા, દાહોદ , પંચમહાલ જેવા ૨૦ જિલ્લા અને દમણ અને દાદરા-નગર હવેલીના બે કેન્દ્રશાસિત પ્રદેશોના નિવાસી ઉમેદવારોને લાગુ પડશે.
ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓએ જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણેના તેમના દસ્તાવેજો જેમ કે અસલ શિક્ષણ પ્રમાણપત્રો, પૂરતી સંખ્યામાં ફોટોગ્રાફ્સ, ફોર્મેટ મુજબ માન્ય સોગંદનામું, નિવાસી, જાતિનું પ્રમાણપત્ર વગેરે સાથે રાખવા. “કોઈપણ ઉમેદવારને એડમિટ કાર્ડ (ઓળખપત્ર) વિના રેલીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં”. આર્મી સત્તાવાળાઓ દ્વારા તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારના દલાલો કે એજન્ટોની વાતો પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ જ ન્યાયી, પારદર્શક અને મફત છે. જો કોઈ દલાલ કે એજન્ટ ઉમેદવારનો સંપર્ક કરે,તો આવા ઉમેદવારે તરત જ લશ્કરી અધિકારીઓ/પોલીસને જાણ કરવી જોઈએ અથવા આવી કોઈપણ પ્રવૃત્તિઓની CPGRAMS પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’