આમ આદમી પાર્ટીની છેતરપિંડીનો અલ્ટ ન્યૂઝે પણ પર્દાફાશ કર્યો!

નવી દિલ્હીઃ સામાન્ય રીતે હંમેશાં હિન્દુત્વ વિરોધી, ભાજપ-સંઘ વિરોધી સમાચારો ફેલાવવા માટે અને કહેવાતા ફૅક્ટ ચેકના નામે હિન્દુત્વ અને ભાજપને બદનામ કરવા માટે જાણીતા અલ્ટ ન્યૂઝે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગેના આમ આદમી પાર્ટીના નકલી સર્વેક્ષણોનો પર્દાફાશ કરી દીધો છે.

પ્રતીક સિંહા સંચાલિત અલ્ટ ન્યૂઝ દ્વારા હજુ ગઈકાલે શનિવારે જ ગુજરાત વિધાનસભાના સંભવિત પરિણામો અંગેના કેજરીવાલના પક્ષના દાવાઓને ઉઘાડા પાડીને ફગાવી દીધા છે.

છેલ્લા કેટલાક સમયથી કેજરીવાલ આઈબી રિપોર્ટના નામે અને વિવિધ ચૅનલના સર્વેક્ષણમાં છેડછાડ કરીને આપ- પાર્ટીની જીત અથવા વધુ બેઠકો મળતી હોવાનું બતાવે છે. જોકે હવે પાર્ટીની આ ચાલાકી પકડાઈ ગઈ છે.

અલ્ટ ન્યૂઝ દ્વારા શનિવારે એક ગ્રાફિકલ વીડિયો જારી કરીને જાહેર કરવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જે ઓપિનિયન પોલના નામે જે કંઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે તે ઉપજાવી કાઢવામાં આવેલા છે.

Several graphics showing AAP leading the opinion polls of the upcoming Gujarat Assembly Election are going viral on social media. Alt News in its investigation found these graphics to be fabricated. WATCH: @free_thinker

આ વીડિયો દ્વારા પ્રતીક સિંહાના અલ્ટ ન્યૂઝે એવું પ્રસ્થાપિત કર્યું છે કે, વિવિધ સમાચાર ચૅનલ દ્વારા જે સર્વે કાંતો ગુજરાતના સંદર્ભમાં અથવા અગાઉ અન્ય રાજ્યોના સંદર્ભમાં જારી કરવામાં આવ્યા હતા તેના ગ્રાફિકમાં આમ આદમી પાર્ટી દ્વારા છેડછાડ કરવામાં આવી છે એવું સ્પષ્ટ જણાઈ આવે છે. https://twitter.com/free_thinker/status/1586385240750280705?t=tXP_XBw6fEk2ZqyAch1N2w&s=08 

થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીએ ઈન્ડિયા ટુડેના લોગોનો ઉપયોગ કરીને ગુજરાતમાં પોતાને વધુ બેઠકો મળતી હોવાનો દાવો કર્યો હતો ત્યારે ઈન્ડિયા ટુડેએ સત્તાવાર રીતે આપ-પાર્ટીના આ દાવાને નકાર્યો હતો.  https://deshgujarat.com/2022/10/23/india-today-group-denies-releasing-any-survey-circulated-by-aap/

દેશ ગુજરાત

તાજેતર ના લેખો