વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “કેમેરા-પ્રેમ” વિશેનો વિપક્ષી દાવો ખોટો સાબિત થયો

નવી દિલ્હીઃ ગુજરાતમાં મોરબી પુલની દુર્ઘટનામાં 135 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેમેરા-પ્રેમ ઓછો થતો નથી એવા દાવા સાથે મંગળવાર સવારથી કેટલાક વિપક્ષી રાજકારણીઓ દ્વારા તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ બધા ટ્વિટથી “પ્રેરિત” થઈને એક ગુજરાતી મીડિયા હાઉસે પણ ટ્વિટ કરી દીધું હતું.

જોકે, ઓનલી ફૅક્ટ વેબસાઇટ દ્વારા આ અંગે પૂરી ચકાસણી કર્યા બાદ સ્પષ્ટતા કરવામાં આવી કે વિપક્ષી નેતાઓ અને અમુક મીડિયા દ્વારા વડાપ્રધાનના કેમેરા-પ્રેમ અંગેની વાત ફેલાવવામાં આવે છે તે તદ્દન ફેક છે. https://onlyfact.in/pms-claim-of-posing-in-front-of-camera-amid-morbi-accident-is-fake/

આ વેબસાઇટે કહ્યું કે, અમે આ અંગે ઊંડી તપાસ કરી ત્યારે અમે સમાચાર એજન્સી એએનઆઈનું એક ટ્વિટ મળ્યું જે 31 ઑક્ટોબર, 2022ના રોજ કરવામાં આવેલું હતું. આ ટ્વિટમાં એ વીડિયો ઉપલબ્ધ છે જેમાં વડાપ્રધાન અમદાવાદમાં 2900 કરોડ રૂપિયાની વિવિધ રેલવે યોજનાઓનું લોકાર્પણ કરતા જોવા મળે છે.

આ વીડિયોને ધ્યાનથી જોતાં એવું સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભાવનગરથી જેતલસર તથા અસારવાથી ઉદેપુરની ટ્રેનોને લીલી ઝંડી બતાવવાના હતા. એ માટે નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવવાના સ્થળે સૌથી પહેલા પહોંચી ગયા હતા અને તેઓ બીજા મહાનુભાવો આવે તેની રાહ જોતા હતા. અને જેવા બીજા મહાનુભાવો દેખાયા તે સાથે તેમણે એ લોકોને ઝડપથી આવવા ઇશારો કર્યો હતો, (https://www.youtube.com/watch?v=P2RqKYf4dRw&ab_channel=NarendraModi ) અને તેથી વડાપ્રધાને પોતે કેમેરામાં દેખાય એ માટે કોઇને બાજુમાં ખસેડતા હોવાના દાવા સદંતર ખોટા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો