દિલ્હીમાં કોરોનાકાળમાં “લાભ” લેનાર બે લાખ શ્રમિક નકલી, 15,747 શ્રમિકનું સરનામું એક જ સ્થળે!
November 04, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં રાજ્ય સરકારના નેજા હેઠળ આવતા શ્રમ વિભાગમાં બે લાખ નકલી શ્રમિકોની નોંધણી થઈ હોવાનો ચોંકાવનારો અહેવાલ આજે દિલ્હીના કેટલાક અખબારોમાં પ્રકાશિત થયો છે.
એક તરફ કેજરીવાલ સરકારના આ કૌભાંડનો ખુલાસો થયો છે ત્યાં બીજી તરફ કેજરીવાલે દિલ્હીમાં પ્રદૂષણને કારણે બંધ કરવામાં આવેલી બાંધકામ પ્રવૃત્તિ દરમિયાન કામદારોને દર મહિને રૂપિયા 5000 ચૂકવવાનું નક્કી કર્યું છે અને તેને કારણે નવેસરથી મોટું કૌભાંડ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અખબારના અહેવાલ અનુસાર કોરોનાકાળના કેજરીવાલના કૌભાંડના સંદર્ભમાં શ્રમ વિભાગે 2018 થી 2021 દરમિયાન નોંધાયેલા નવ લાખ શ્રમિકોની વિગતો આપી. તેની તપાસ કરવામાં આવતા 1.11 લાખ નામો ડુપ્લિકેટ હતાં, અર્થાત એકના એક નામ બે-બે વખત લખાયેલાં હતાં. તે ઉપરાંત 65,000 શ્રમિક એવા મળ્યા જેમનો બધાનો મોબાઈલ નંબર એક જ છે. આ એ લોકો છે જેઓ કોવિડ ઉપરાંત ગયા વર્ષે પ્રદૂષણને કારણે બાંધકામ પ્રવૃત્તિના પ્રતિબંધનો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા.
વધારે ચિંતાજનક બાબત એ પણ છે કે, મોબાઇલ નંબર અને નોંધણીના આ ગોટાળા ઉપરાંત જે શ્રમિકોની નોંધણી થઈ છે તેમાં 15,747 શ્રમિકોનું રહેઠાણનું સરનામું એક જ જગ્યાનું બતાવવામાં આવ્યું છે. અને તેમાં પણ 4,370 શ્રમિકનું કાયમી રહેઠાણનું સરનામું પણ એક જ છે.
@amitmalviya
कोविड काल के दौरान, अरविंद केजरीवाल ने श्रमिकों को ५,००० रुपये प्रति माह की आर्थिक सहायता देने का ऐलान किया था। अब सामने आया है की ३,००० करोड़ के कोष वाले श्रमिक कल्याण बोर्ड में २ लाख कर्मी फ़र्ज़ी थे, जिनके नाम पर पैसा जा रहा था।
ये पैसा केजरीवाल ने किन लोगों को दिया? जवाब दें। https://twitter.com/amitmalviya/status/1588369719035416577
કોરોનાકાળના આ જંગી કૌભાંડની તપાસ ચાલુ છે ત્યારે કેજરીવાલે ગત બીજી નવેમ્બરે, બુધવારે એક ટ્વિટ કરીને લખ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણને કારણે બાંધકામ પ્રવૃત્તિ બંધ છે. મેં શ્રમપ્રધાન શ્રી મનીષ સિસોદિયાને આ ગાળા દરમિયાન પ્રત્યેક શ્રમિકને પ્રતિમાસ રૂપિયા 5000 આપવા સૂચના આપી છે.
કેજરીવાલનું આ પગલું દેખીતી રીતે એક જંગી કૌભાંડની શક્યતા દર્શાવે છે.
@SocialTamasha
एक मजदूर को पैसा – 5000
AAP के फर्जी मजदूर – 2 लाख
2 लाख * 5000 = 1,000,000,000
मतलब 100 करोड़ का घोटाला 🤔 @ArvindKejriwal
https://twitter.com/SocialTamasha/status/1588388444564525056
આ નવા કૌભાંડ અંગે પીઢ પત્રકાર કંચન ગુપ્તા લખે છે-
@KanchanGupta
Another massive scam!
@ArvindKejriwal
Govt is a master scamster. Kejriwal has announced Rs 5000 per construction worker as compensation for stopping construction activity in #Delhi
There are at least 2 lakh fake names on Delhi Govt records.
That is Rs 100 cr skimmed per month.
https://twitter.com/KanchanGupta/status/1588427980665421824
@ModiBharosa
आपदा को अवसर में बदला @ArvindKejriwal की @AamAadmiParty सरकार ने 2 लाख से ज्यादा फर्जी मजदूरों को 5000 रुपए दिए मतलब सीधा 100 करोड़ का घोटाला गरीबों के पेट पर लात मारने से भी बाज नहीं आते ये…शर्म को भी शर्म आती है इनसे।
https://twitter.com/ModiBharosa/status/1588410273223712768
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે