દેશમાં ક્યાંયથી પણ પોતાના મૂળ મતક્ષેત્ર માટે મતદાન કરવું બનશે સંભવઃ રિમોટ વોટીંગની ભારતના ચૂંટણી પંચની પહેલ

નવી દિલ્હી: રોજગાર, શિક્ષણ કે અન્ય કારણોસર વતનના સ્થળથી દૂર વસવાટ કરતા, સ્થળાંતરણ (માઇગ્રેશન) કરનાર મતદારો ચૂંટણી વખતે ગૃહ મતદાનક્ષેત્રમાં મતદાન કરવાના તેમના અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતનું  ચૂંટણી પંચ નવી પહેલ કરવા જઇ રહ્યું છે.તે છે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (RVM). 

તમામ હિતધારકો માટે વિશ્વસનીય, સુલભ અને સ્વીકાર્ય ટેકનોલોજીકલ ઉકેલો શોધવાના ઉદ્દેશ્ય સાથે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર તથા ચૂંટણી કમિશનર શ્રી અનુપચંદ્ર પાંડે અને ચૂંટણી કમિશનર શ્રી અરુણ ગોયલની અધ્યક્ષતામાં ભારતના ચૂંટણી પંચે પ્રવાસી-સ્થળાંતરિત મતદારોને પોતાના રોજગાર કે શિક્ષણના મતદાન કેન્દ્ર પરથી પોતાના વતનના મતદાન ક્ષેત્ર માટે મતદાન કરવા સક્ષમ બનાવવા માટે વિવિધ પરીક્ષણોમાં સફળ થયેલા M3 ઈવીએમના સંશોધિત મોડેલનો ઉપયોગ કરવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. 

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તરત જ શ્રી રાજીવ કુમારે ચમોલી જિલ્લાના દુમક ગામમાં અંતરિયાળ મતદાન મથક સુધી પગપાળા જઈ આંતરિક સ્થળાંતરણની સમસ્યાનો તાગ મેળવ્યો હતો. શ્રી રાજીવ કુમારે પ્રવાસી મતદારો હાલના પોતાના રહેઠાણના સ્થળેથી જ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સક્ષમ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

આ પ્રકારના અમલીકરણ માટે કાનૂની, વૈધાનિક, વહીવટી અને ટેક્નિકલ પહેલની જરૂર છે. તમામ સામાજિક-આર્થિક સ્તરે સ્થળાંતરણ કરનારાઓની ચૂંટણીમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સર્વસમાવેશી ઉકેલો શોધવા માટે અને દ્વિ-માર્ગી ડાયરેક્ટ ટ્રાન્ઝિટ પોસ્ટલ બેલેટ, પ્રોક્સી વોટિંગ, પૂર્વ મતદાન કેન્દ્રોમાં વહેલું મતદાન, પોસ્ટલ બેલેટ્સનું એક-માર્ગી અથવા દ્વિ-માર્ગી ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન (ETPBS), ઈન્ટરનેટ-આધારિત મતદાન પ્રણાલી જેવી મતદાનની વૈકલ્પિક પદ્ધતિઓ શોધવા તમામ વિકલ્પો પર વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો છે.

ટેક્નોલોજીકલ પ્રગતિના યુગમાં સ્થળાંતરણના આધારે મતદાનના અધિકારથી વંચિત કરવા એ સ્વિકાર્ય વિકલ્પ નથી. વર્ષ ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ૬૭.૪ ટકા મતદાન થયું હતું, આ ચૂંટણીમાં ૩૦ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ ન કર્યાનું તથા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનની ટકાવારી અલગ અલગ હોવાના કારણે  ભારતના ચૂંટણી પંચે  તેની નોંધ લીધી છે.એવું માનવામાં આવે છે કે, નવા રહેઠાણના સ્થળે મતદારે નોંધણી ન કરાવ્યાના અને મતાધિકારની તક ગુમાવવાના ઘણા કારણો છે. મતદાનના પ્રમાણમાં વધારો કરવા અને ચૂંટણીમાં મતદારોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવામાં સ્થાનિક સ્થળાંતરણ એક મુખ્ય અવરોધ છે, જેની પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો કે આંતરરાજ્ય સ્થળાંતરણનો કોઈ કેન્દ્રિય ડેટાબેઝ ન હોવા છતાં, પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે, રોજગાર, લગ્ન અને શિક્ષણ સાથે સંબંધિત સ્થળાંતરણ એ સ્થાનિક સ્થળાંતરણનું મહત્વપૂર્ણ કારણ છે. જો આપણે સમગ્ર સ્થાનિક સ્થળાંતરણ પર નજર કરીએ તો, ગ્રામીણ વસ્તીમાં મોટા પાયા પર અન્યત્ર  સ્થળાંતરણ જોવા મળે છે. રાજ્યોમાં આંતરિક સ્થળાંતરણનો હિસ્સો લગભગ 85% છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા અન્ય બાબતો સાથે, સ્થાનિક સ્થળાંતરણ કરનારાઓને વ્યાખ્યાયિત કરવા, આદર્શ આચારસંહિતાના અમલ માટે, મતદાનની ગુપ્તતા જાળવવા, મતદારોની ઓળખ માટે પોલિંગ એજન્ટોની સુવિધા, રિમોટ વોટિંગની પ્રક્રિયા અને પદ્ધતિ તથા મત ગણતરીમાં આવનારા પડકારોનો ઉલ્લેખ કરતું કન્સેપ્ટ પેપર તમામ રાજકીય પક્ષોને મોકલવામાં આવ્યું છે.

કાયદાકિય પડકારો વહિવટી પડકારો ટેક્નિકલ પડકારો
એવા કાયદાઓ જેમાં સંશોધન કરવું અપેક્ષિત છે.

  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ અને ૧૯૫૧
  • ચૂંટણી સંચાલન નિયમો ૧૯૬૧

પ્રવાસી મતદારોને વ્યાખ્યાયિત કરવા

  • મતદાનના દિવસે અનુપસ્થિત રહેનાર મતદાતાથી લઈ સ્થાયી રૂપે સ્થળાંતરિત મતદાતા
  • સામાન્ય રહેઠાણઅને અસ્થાયી રૂપે ગેરહાજર મતદારના કાયદાકીય માળખાને ધ્યાનમાં રાખીને મૂળ સ્થાને નોંધણીની જાળવણી

રિમોટ વોટીંગને વ્યાખ્યાયિત કરવું

  • પ્રાદેશિક મતક્ષેત્રની સંકલ્પનાને ધ્યાનમાં લેવી
  • સ્થળાંતરને વ્યાખ્યાયિત કરવું :  મતક્ષેત્રની બહાર, જિલ્લાની બહાર
દૂરસ્થ મતદારોની ગણતરી

કરવી- સ્વ-ઘોષણા?

નિયંત્રિત વ્યવસ્થા પુરી પાડવી – દૂરસ્થ સ્થાનો પર મતદાનની ગુપ્તતા સુનિશ્ચિત કરવી

રિમોટ મતદાન મથકો પર પોલિંગ એજન્ટોની વ્યવસ્થા કરવી અને ડુપ્લીકેશન ટાળવા માટે મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવી

તૈયાર કરવામાં આવનાર બૂથની સંખ્યા અને સ્થળ

રિમોટ મત કેન્દ્રો માટે મતદાન કર્મચારીઓની ભરતી અને નિયંત્રણ

રિમોટ સ્થળો (અન્ય રાજ્યો)માં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવી

દૂરસ્થ મતદાનની પદ્ધતિ

મતદાનની પધ્ધતિઓ/ બહુવિધ મતદાર ક્ષેત્ર રિમોટ ઈવીએમ અથવા અન્ય કોઈ ટેક્નોલોજીથી મતદારોનો પરિચય

રિમોટ મતદાન મથકો પર મળેલા મતોની ગણતરી અને અન્ય રાજ્યોમાં સ્થિત રિટર્નિંગ ઓફિસરો દ્વારા તેને અધિકૃત કરવું

 

જાહેર ક્ષેત્રના પ્રતિષ્ઠિત સાહસો સાથે મળીને સ્થાનિક સ્થળાંતરિત મતદારોની સહભાગિતાને સાર્થક બનાવવા માટે તેમના સ્થળાંતરિત વિસ્તાર એટલે કે રોજગાર કે શિક્ષણના હેતુ માટેના હાલના સ્થળાંતરિત સ્થાન પરથી વતનના નિવાસ સ્થાનના મતદાન વિભાગ માટે મતદાન કરી શકે તે માટે  સક્ષમ બનાવવા માટે ભારતનું ચૂંટણી પંચ પ્રાયોગિક ધોરણે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM) શરૂ કરવા તૈયાર છે. EVMનું આ સુધારેલું સ્વરૂપ એક જ રિમોટ પોલિંગ બૂથથી 72 વિવિધ મતવિસ્તારોમાં મતદાન કરાવી શકે છે.

      જો આ પહેલ અમલમાં આવશે તો, તે સ્થળાંતરિત મતદારો માટે એક મોટો સામાજિક બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે. તેમને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવામાં મદદ કરશે. કારણ કે ઘણી વખત વિવિધ પરિબળો જેવા કે, રહેઠાણનું સ્થળ વારંવાર બદલવું, સતત વતનથી દૂર રહેવાને કારણે સામાજિક અને ભાવનાત્મક રીતે ન જોડાવવું, પોતાના વતન/મૂળ મતદાર વિસ્તારની મતદારયાદીમાંથી નામ કમી કરાવવાની અનિચ્છા ( કારણ કે, ત્યાં કાયમી નિવાસ/મિલ્કત હોય છે)ને કારણે પોતાના હાલના કાર્યસ્થળ પર સ્વંયને મતદાર તરીકે નોંધણી કરાવવા ઇચ્છુક નથી હોતા.

ભારતના ચૂંટણી પંચ દ્વારા બહુવિધ મતદાન ક્ષેત્ર પ્રોટોટાઇપ રિમોટ વોટીંગ મશીનની કામગીરીનું નિદર્શન કરવા માટે  તમામ માન્યતા પ્રાપ્ત ૦૮ રાષ્ટ્રીય અને ૫૭ રાજ્ય કક્ષાના પક્ષોને તા. ૧૬-૧-૨૦૨૩ ના રોજ આમંત્રિત કર્યા છે. આ પ્રસંગે પંચની ટેકનિકલ નિષ્ણાત સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. પંચે માન્ય રાજકીય પક્ષોને જરૂરી વૈધાનિક ફેરફારો, વહીવટી પ્રક્રિયાઓમાં ફેરફાર અને સ્થાનિક સ્થળાંતરિત મતદારો માટે મતદાનની પદ્ધતિ/RVM/ટેકનોલોજી જો કોઇ હોય તો તે સહિત વિવિધ સંબંધિત બાબતો પર માન્ય રાજકીય પક્ષો પાસેથી તા. ૩૧-૧-૨૦૨૩ સુધીમાં લેખિત અભિપ્રાય રજૂ કરવા વિનંતી કરી છે.

વિવિધ સબંધિત હિતધારકો પાસેથી મળેલા પ્રતિસાદ અને પ્રોટોટાઈપ RVMના નિદર્શનને આધારે, ભારતનું ચૂંટણી પંચ રિમોટ વોટિંગ સિસ્ટમને અમલમાં મુકવાની  દિશામાં આગળ વધશે.