ભારતમાં સિલિકોન વેલી ગુજરાતમાં બનાવવામાં આવશે: વેદાંતના ચેરમેન અગ્રવાલ

અમદાવાદ:  વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે ગુરુવારે અમદાવાદમાં, યંગ પ્રેસિડન્સ ઓર્ગેનાઈઝેશન (વાયપીઓ)ના એક કાર્યક્રમમાં ગુજરાતના યુવાનોને પ્રેરિત કરતાં કહ્યું કે ,સફળતાની ચાવી એ છે કે ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરવું. તેમણે કહ્યું કે એન્ટ્રપ્રીન્યોરશિપ જ ભવિષ્યની દિશા છે અને યુવાઓને આવાહન આપતા જણાવ્યું કે હંમેશા મહાન સ્વપ્નો જુઓ અને ક્યારેય હાર ન માનો.

અમદાવાદમાં યંગ પ્રેસિડેન્ટ ઓર્ગાનીઝેશન ના ગુજરાત ચેપ્ટર ને સંબોધતા શ્રી અગ્રવાલે કહ્યું કે જો રાષ્ટ્રના યુવાનો સાહસિક બને અને જોખમ ખેડે તો તેઓ નોકરી માગવા વાળા નહિ , નોકરીઓ ઊભી કરવા વાળા બની શકે. વધુ માં તેમણે ઉમેર્યું કે વધુ મહિલા લીડર્સ અને મહિલા આંત્રપ્રીન્યોર્સ થકી જ ભારતનો વિકાસ ઝડપી બનશે.

યુવાનોને પ્રેરિત કરવા માટે પોતાના અંગત અનુભવો જણાવતા વેદાંતના અધ્યક્ષે કહ્યું કે જ્યારે તેમણે તેમની ઔધ્યોગીક યાત્રા શરૂ કરી ત્યારે તેમની પાસે પૈસા નહોતા. નવ વ્યવસાયો માં નિષ્ફળ થવા છતાં તેણે ક્યારેય હાર માની નહીં અને તેમાં થી શીખી ને જ તેમને વેદાંત શરૂ કરવાની હિંમત મળી, જેનો આજે $30 અબજનો બિઝનેસ છે.

તેમણે તેમના સંબોધનમાં કહ્યું. કે “હું અબજોપતિ છું, એટલે મારી કહાની પ્રેરણાદાયક નથી પરંતુ, એટલા માટે પ્રેરણાદાયી છે કારણકે કે મેં પ્રયત્ન કરવાનું ક્યારેય બંધ કર્યું નથી. ગુરુચાવી એ જ છે કે ક્યારેય પ્રયત્ન કરવાનું બંધ ન કરવું,”

તેમની સફરની યાદો શેર કરતાં, મિસ્ટર અગ્રવાલે કહ્યું કે તેઓ તેમનું શાળાનું શિક્ષણ પણ પૂરું કરી શક્યા નહોતા, પિતાના બિઝનેસમાં જોડાયા અને છેવટે માત્ર એક ટિફિન અને એક બેડિંગ લઇને મહત્વાકાંક્ષા અને સપનાના શહેરમાં સફળ થવાની ઈચ્છા સાથે મુંબઈ ગયા હતા.

“હું હંમેશા માનું છું કે નસીબ બહાદુરોની તરફેણ કરે છે – જેટલું જોખમ વધારે, એટલો ફાયદો વધારે.. પરંતુ દાયકાઓથી હું એક મુખ્ય પાઠ શીખ્યો છું ,તે એ છે કે કોઈ સોદો જીતતા પહેલાં તેણે લોકોના દિલ જીતવાની જરૂર છે. બીજું , અઘરા કામથી ડરવું ન જોઈએ. પ્રથમ બિઝનેસ ડીલ પછી હું રેલ્વેના પાટા પર બેસી ગયો કારણ કે મારી પાસે પૈસા નહોતા અને આ જ હાથ વડે ફાઈબર ઓપ્ટિક્સ નાખ્યા. તેથી તે મહત્વનું છે કે એક ઉદ્યોગસાહસિક અથવા ભાવિ સીઈઓ બનવા માટે , જાત મેહનત જ જરૂરી છે. ”

વેદાંતની સેમિકન્ડક્ટર યોજનાઓ વિશે વાત કરતાં, શ્રી અગ્રવાલે કહ્યું કે ભારતમાં સિલિકોન વેલી ગુજરાતમાં બનાવવામાં આવશે. આનાથી દેશના અન્ય રાજ્યોમાં ઈલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરના નિર્માણને પણ પ્રોત્સાહન મળશે.

તેમણે કહ્યું “આપણે ઇલેક્ટ્રોનિક્સમાં આત્મનિર્ભર બનવાની અને તમામ ભારતીયો માટે આપણે સસ્તું ઇલેક્ટ્રોનિક્સ ઉપલબ્ધ બનાવીએ એની જરૂર છે. 2026 સુધીમાં, ભારત $80 બિલિયનના સેમિકન્ડક્ટરનો વપરાશ કરશે અને $300 બિલિયનના મૂલ્યના ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન કરશે. અમે શરૂઆત કરવાનું નક્કી કર્યું અને અમારી પાસે ટેકનોલોજી અને કુશળતા લાવવા માટે ફોક્સકોન છે. અમે ભાવિ ટેક્નોલોજી વ્યવસાયો માટે તૈયાર થઈ રહ્યા છીએ,”.

વેદાંતા માટેના પોતાના સ્વપ્નને શેર કરતા, શ્રી અગ્રવાલે કહ્યું કે તેઓ કંપનીને ઘણી સદીઓ સુધી ચાલે એવી સંસ્થાની જેમ ચલાવવાની ઈચ્છા ધરાવે છે .

દેશગુજરાત

તાજેતર ના લેખો