સી.એ.પી.એફ.ની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે
April 15, 2023
ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ-સી.એ.પી.એફ.ની ભરતી પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના આ યુવા હિતકારી નિર્ણયને પરિણામે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના લાખો ઉમેદવારોને હવે સી.એ.પી.એફ. ભરતી પરીક્ષા પોતાની માતૃ ભાષા માં આપવાની તક મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો છે.
તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી યુવા શકિતનો સી એ પી એફ માં જોડાઈને રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે સાથોસાથ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન પણ મળશે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’