એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન

જામનગર: એસ્સાર ગ્રુપના સેવાકીય ટ્રસ્ટ એસ્સાર ફોઉન્ડેશન દ્વારા કજુરિયા પાટિયા ખાતેદ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા દ્વારિકા જઈ રહેલા હજારો પદયાત્રીઓની સેવાર્થે આયોજિત કેમ્પનું ઉદ્ઘાટન લોકલાડીલા નેતા પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું.

એસ્સાર દ્વારા આયોજિત આ કેમ્પ – માનવસેવા એ જ પ્રભુસેવાની નેમથી દ્વારકા જઈ રહેલા શ્રદ્ધાળુઓને જરૂરી મદદ પુરી પાડશે. અન્ન સેવા અને જળ સેવા ઉપરાંત આ કેમ્પ પદયાત્રીઓને જરૂરી દવાઓ સહિતની મેડિકલ સેવાઓ પુરી પાડી લાભાર્થીઓની આ યાત્રાને સરળ અને સફળ બનાવવામાં સહાયરૂપ થશે.

પહેલ અંગે વધુ માહિતી આપતા એસ્સાર ગ્રુપના રેસિડેન્ટ ડિરેક્ટર શ્રી ભાવેન ભટ્ટે જણાવ્યું હતું કે સેવા કેમ્પનું આયોજન એસ્સારની સમાજ સેવા, સમુદાય સશક્તિકરણની નેમ અંતર્ગત શ્રદ્ધાળુઓને સર્વાંગી સહાય પુરી પાડવાના હેતુથી કરવામાં આવ્યું છે. પદયાત્રીઓને જરૂરી સેવાઓ અને વિસામો પુરી પાડી તમામ શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ અને વધુ ભક્તિમય બનાવવાનો અમારો એક  નમ્ર પ્રયાસ છે.”

એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે એસ્સાર ગ્રુપ વર્ષોથી વિવિધ ગતિવિધિઓ દ્વારા તેના વિસ્તારના સામાજિક ઉત્થાન તથા સમાજ સેવા પ્રત્યે નિરંતર કાર્યરત છે.