રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્ષમાં પ્રવેશ માટે ૨ જુન રાત્રે ૧૧:૫૯ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન
May 29, 2024
ગાંધીનગર: રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૧-૪-૨૦૨૪થી શરૂ કરેલ હતી.
વેકેશન કે અન્ય કારણોસર તા. ૨૮-૫-૨૦૨૪ને છેલ્લી તારીખ સુધીમાં ૪,૩૯,૮૬૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે અને તે પૈકી ૨,૬૩,૧૧૫ વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે. હજુ પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી.
આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨ જૂન, ૨૦૨૪ સમય રાત્રે ૧૧.૫૯ સુધી લંબાવવામાં આવે છે.
રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોઈ આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું