ગુજરાતની ભવિષ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા GMDC and GUVNL વચ્ચે કરાર
June 25, 2024
ગાંધીનગરઃ રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા ૫ વર્ષો દરમિયાન ૬% થી વધુના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૪૫૪૪ મેગાવોટની મહત્તમ વીજ માંગ નોંધાયેલ છે, જે CEA ના 20th EPS રિપોર્ટના અંદાજ મુજબ વર્ષ ૨૦૩૧-૩૨ માં ૩૬૦૦૦ મેગાવોટ સુધી પહોચી શકે છે.
ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ તથા ઉદ્યોગ અને ખનીજ વિભાગ દ્વારા રાજ્યની ઉર્જા સુરક્ષા(એનર્જી સિક્યોરિટી) સુનિશ્ચિત કરવા માટે ઉર્જામંત્રીની ઉપસ્થિતિમા આજે MoU કરવામાં આવ્યો છે.
આ અન્વયે ઉર્જા અને ખનીજ વિભાગની કંપનીઓ; ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL) અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GMDC) રાજ્યની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા માટે હાથ મેળવ્યા છે. વીજ એકમોની નવી ક્ષમતાઓ ઉમેરવા ઉપરાંત જૂના કાર્યરત વીજ મથકોને બદલવાની જરૂરિયાતને ધ્યાને લઇ, GUVNL અને GMDC ના નેતૃત્વએ સાથે મળી કોલસા અને લિગ્નાઈટ આધારિત વીજ મથકોના વિકાસ થકી રાજ્યની ઉર્જા સુરક્ષાને કોલસા અને લિગ્નાઈટના ઉપયોગથી સુનિશ્ચિત કરવા માટે સહયોગ કર્યો છે
રાજ્ય સરકારનું કહેવું છે કે સરકારના વિભાગો કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાની જરૂરિયાતને લઇ સજાગ છે અને સાથે સાથે બિન-પરંપરાગત વીજ સ્ત્રોતોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. પરંતુ, હયાત પગલાઓ રાજ્યની વધી રહેલી વીજ માંગ તથા લોડ બેલેન્સીંગમા અને પીક સમયગાળાની વીજ માંગને પહોચી વળવામાં ઉપયોગી બની રહેશે.
GMDC, કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ રાજ્યની લિગ્નાઈટ ખાણોને વિકસાવવા માટે આ દિશામાં નોંધનીય પગલાઓ લઇ રહી છે. આ પહેલના ભાગરૂપે, ભારત સરકારે ઓડીશા રાજ્ય ખાતે સ્થિત બેત્રણી-પશ્ચિમ (જીલ્લો: અંગુલ) અને બુરાપહર (જીલ્લો: સુંદરગઢ) કોમર્શીયલ ખાણોની ફાળવણી કરેલ છે. બંને ખાણોમાં આશરે કુલ ૬૬૦ મીલીયન મેટ્રિક ટન કોલસાનો રીઝર્વ મેળવી શકાશે (જીઓલોજીકલ રીઝર્વ – ૧૭૦૦ મિલિયન મેટ્રિક ટન) જેના થકી ૪૪૦૦ મેગાવોટ ક્ષમતાના થર્મલ વીજ ઉત્પાદનને સહાય મળી રહેશે. તદુપરાંત, GMDC રાજ્યમાં સ્થિત લિગ્નાઈટ ખાણોને પણ કાર્યરત કરવાની પ્રક્રિયામાં છે જેના થકી વધુ ૧૨૫૦ મેગાવોટ લિગ્નાઇટ આધારિત વીજ સ્ત્રોતને સમર્થન મળી રહેશે. સદર પ્રયાસો રાજ્યના વીજ ગ્રાહકોને ૨૪*૭ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સ્પર્ધાત્મક અને વિશ્વસનીય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરશે.
તાજેતર ના લેખો
- બરડા જંગલ સફારી ફેઝ-1નું ઉદઘાટન થશેઃ પ્રવાસીઓ માટે સિંહ જોવાનું નવું ઠેકાણું બનશે
- રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત
- જળ રમત-ગમત, નૌકાવિહાર પુનઃ શરુ થશે; ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીની મંજૂરી
- સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે: ભરત પંડ્યા
- વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે
- નાણાકિય શિસ્ત જાળવનાર રાજ્યોને ફાયનાન્સ કમિશન તરફથી શિરપાવ મળવો જોઇએ: મુખ્યમંત્રી
- વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત