અમદાવાદ ફાયર બ્રિગેડનો ૧ કરોડની કિંમતનો ફાયર રોબોટ શેષનાગ ૭૦૦ ડિગ્રીના ઉંચા તાપમાને કાર્ય કરવા સક્ષમ
June 29, 2020
અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા.૧ કરોડની કિંમતનુંફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કરવામાં આવ્યું છે કે જે ગરમીના ઉંચા તાપમાને પણ આગની નજીક જઈને આગને ઓલવી શકવા માટે સક્ષમ છે.
આ અંગેની વિગતો આપતાગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડાયરેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર શ્રી એમ.એફ. દસ્તુરે જણાવ્યું કે, અમદાવાદમાં અને ખાસ કરીને આસપાસની ફેક્ટરીઓમાં જ્યારે મોટી આગની ઘટના બને છે ત્યારે આવી આગના કારણે આસપાસનું વાતાવરણ અને આગ લાગવાના સ્થળે ખૂબ ઊંચું તાપમાન હોય છે. તેથી આગને ઓલવવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે. દા.ત. તાજેતરમાં સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ગરમીનું પ્રમાણ ૭૦૦ ડિગ્રી જેટલું ઉંચુ હતું. આવા સંજોગોમાં માણસનું શરીર આ ગરમીને સહન કરી શકે નહીં. તેથી ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પણ દૂરથી જ આગ ઓલવવાની કામગીરી કરવી પડે છે.
સુરક્ષિત અને અસરકારક ફાયર ફાઇટીંગ માટે અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર શ્રી દસ્તુર દ્વારા કંઈક નવીન કરવાના વિચાર સાથે આ માટેના વ્હીકલ“શેષનાગ” નીડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.અમદાવાદની ‘વાડિયા બોડી બિલ્ડર કંપની’ દ્વારા આ માટેનું સમગ્ર વ્હીકલ તૈયાર કરવામાં આવેલું છે. ચાંગોદરની ‘સ્વદેશી કંપની’ દ્વારા ફાયર રોબોટનેતૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ વ્હીકલ પર ફાયર રોબોટને માઉન્ટેડ કરવામાં આવ્યો છે. આમ, આ સંપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્વદેશી’ ધોરણે બનાવવામાં આવ્યો છે.
આ રોબોટની વિશેષતાઓ વિશે શ્રી દસ્તુર વધુમાં જણાવે છે કે, રૂા.૧ કરોડની કિંમતનો આ રોબોટ ૭૦૦ ડિગ્રી કે તેનાથી પણ ઉંચા તાપમાને આગનીસાવ નજીક જઈને પ્રતિ મિનિટે ૩૦૦ લિટર પાણીનો મારો ચલાવવા માટે સક્ષમ છે. આ પાણીનો મારો તે ૧૦૦ કિલો પ્રેશર એટલે કે ૧૪૫૦પાઉન્ડ પ્રેશર (૧૦૦ બાર પ્રેશર)થી કરી શકે છે. આ ફાયર રોબોટમાં એક સાથે પાણીની પાંચ લાઈનો પણ જોડી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.તેની સાથે ૫૦૦ મીટરની હોઝ પાઇપ જોડી શકાય છે.
કોર્ડલેસ રિમોટથી સંચાલિત આ ફાયર રોબોટને ૩૦૦ મીટરના અંતરેથી પણ સંચાલિત કરી શકાય છે.હાઈ પ્રેશર પંપ સિવાયની તેની તમામ વસ્તુઓ સ્વદેશી ધોરણે બનાવાઇ છે. આવી બધી વિશેષતા ધરાવતો તે વિશ્વનો આ પ્રકારજનો પ્રથમ ફાયર રોબોટ છે.
તાજેતરમાં સાણંદ સાથે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં આફાયર રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાણીનો દૂરથી મારો કરવાની તાકાત સાથે તે પોતાના પર પણ પાણીનો છંટકાવ કરતો રહે છે. તેથી તે ઉંચા તાપમાને પણપાંચ મિટરના અંતરે જઇને પોતાને ઠંડુ રાખી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવામાં સમર્થ છે.
છપૈડા પર ચાલતો આ ફાયર રોબોટ ફાયર ટેન્કરથી ૫૦૦ મીટર સુધીદૂર જઈ શકે છે. દોઢ મીટર ઊંચા ઓટલા જેવા સ્ટ્રક્ચર પર પણ તે સરળતાથીચડી શકે છે. આ રોબોટમાં પ્રતિ મીનિટ ૭૫ લીટર પાણી છંટકાવની ક્ષમતા ધરાવતાં ચાર હોઝ પાઇપ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે.
આ રોબોટની બેટરી દીર્ઘ સમય સુધી ચાલે તેવી છે. ઉદાહરણ તરીકે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ફાયર રોબોટ દ્વારા સાત કલાક કાર્ય કરવામાં આવ્યું હતું છતાં, તેની બેટરીનો માત્ર ૩૦ ટકા જ વપરાશ થયો હતો. આ ફાયર રોબોટનો આગમાં લાંબા સમય સુધી વપરાશ કરી શકાય તે પ્રકારે બનાવવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ૩૦૦ મીટર દૂરથી આ ફાયર રોબોટનું સંચાલન કરી શકાય છે તેથી તે અમદાવાદ ફાયર સર્વિસ માટે મલ્ટિટાસ્કિંગ સાબિત થશે.ફાયર વિભાગને હજુ બે નવા ફાયર રોબોટવસાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી પાસે માંગવામાં આવી છે.
જોકે, આ બંને ફાયર રોબોટ પ્રતિમિનિટ ૨,૦૦૦ લીટર પાણીનો છંટકાવ કરી શકે તેવા હશે પરંતુ તેનો છંટકાવ કરવાની ક્ષમતા ૧૦ કિલોગ્રામ પ્રેશરની હશે એટલે કે તે પાણી વધુ છાંટી શકશે પરંતુ તેનંવ પ્રેશર ઓછું રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આમ, હવે અમદાવાદમાં આકસ્મિક લાગતી આગ પર અત્યાધુનિક ફાયર રોબોટ દ્વારા સરળતાથી નિયંત્રણ મેળવી શકાશે. આથી, આગને કારણે મોટાપાયે થતી પાયમાલી અટકશે. ખૂબ નજીક જઇને આગ પર નિયંત્રણ મેળવી શકવાની ક્ષમતાને કારણે જાનમાલની ખુવારી પણ અટકાવી શકાશે.
Recent Stories
- Bus from Gujarat to Ayodhya meets with accident; 50 injured
- PM Modi meets Padma Bhushan Jain Acharya Ratnasundersurishwarji Maharaj
- Update on work in progress on Vadodara-Godhra section of Delhi-Mumbai Expressway
- Portion of Ashram Road near Sabarmati Gandhi Ashram to shut permenently from Nov 9; details of alternate routes and parking
- A lucky car given Samadhi with last rites ceremony as per Hindu customs in rural Amreli
- CR Patil attacks Congress, National Conference over J&K Assembly's Article 370 resolution
- Three-day tribal trade fair begins in Navsari