લવ જેહાદ: લગ્ન હેતુસર કરેલ, કરાવેલ કે મદદગારી કરેલ ધર્માન્તરણ બદલ ત્રણથી પાંચ વર્ષ સુધીની સજા, બે લાખ સુધીના દંડની જોગવાઇ
April 01, 2021
ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલીટીકલ એજન્ડા નહી પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસધાત કરી રસ્તે રઝળતી મુકી દેતા તત્વો સામે કડકાઈથી પગલા લેવાના દ્રઢ નિર્ધાર સાથે આ કાયદો લઈને આવવાનું મને સદભાગ્ય મળ્યું એ બદલ ગર્વ સાથે હું કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું.
આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજુ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીતભાઈ શાહના દ્રષ્ટીવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના સંવેદનશીલ–નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિથી આ કાયદો અમે માત્રને માત્ર બહેન–દિકરીઓને વધુ સુરક્ષિત કરવાના ઉદેશ્ય સાથે લાવ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, ધર્માંતરણ એ આગામી સમયનું રાષ્ટ્રાંતરણ છે, માટે તેને અંકુશમાં લેવું અત્યંત અનિવાર્ય છે. આજે કેટલાક ધાર્મિક ગુરૂઓ અને આકાઓના ઈશારે આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવા ધર્માંતરણના નામે જેહાદી તત્વોનું વૈશ્વિક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેને અમે ક્યારેય સાંખી લઈશું નહી.
ગૃહ મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે સમાજમાં દિકરી વ્હાલનો દરીયો છે. આ વ્હાલના દરીયાને વધુ સુરક્ષિત કરવીએ અમારી નૈતિક ફરજ છે. પહેલા ગાયને કસાઈઓના હાથમાં જતી અટકાવવા અમે ગૌહત્યા નાબુદી માટે વિશેષ કાયદો લાવ્યા અને હવે દિકરીઓને જેહાદીઓના હાથમાં જતી અટકાવવા આ લવ જેહાદ સંદર્ભનો કાયદો લાવ્યા છીએ. હિંદુ ધર્મમાં દિકરી અને ગાય બન્નેને પવિત્ર નજરે જોવામાં આવે છે. તે બન્નેનું રક્ષણ કરવું અમારી રાજકિય ઈચ્છા શક્તિ જ નહી પરંતુ દ્રઢ સંકલ્પ છે અને એટલે જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે અગાઉ ગાયોને બચાવવા કાયદોકડક બનાવ્યો અને બહેન દિકરીઓને બચાવવા કાયદો કડક બનાવ્યો. રાજ્યમાં ગરીબ પરિવારની દિકરીઓને ભોળવીને લગ્ન બાદ ધર્માંતરણ કરાવીને વિશ્વાસધાત કરવાનો હિન પ્રયાસ કરનારા વિધર્મિ તત્વો હવે ચેતી જાય, આનવા કાયદાની ચુંગાલમાંથી તમે ક્યારેય છટકી શકશો નહી.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, દેશના વિવિધ રાજ્યો તેમજ અન્ય દેશોના આ સંદર્ભના કાયદાનો સંપુર્ણ પણે અભ્યાસ કર્યા બાદ અમે આ કાયદો લાવ્યા છીએ.હિંદુ ધર્મ માત્ર ધર્મ જ નથી સંસ્કૃતિ છે જેમાં બહેન દિકરીઓનું ખુબ જ નરમાશથી જતન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક ધરોહર ઉપર પ્રહાર કરવા કેટલાક વિધર્મિ તત્વોએ લવ જેહાદ નામનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. પરંતુ અમારા ધર્મ અને સંસ્કૃતિનું જતન કરવું અમારી નૈતિક ફરજ અને જવાબદારી છે. આજે કરેલું ધર્માંતરણ આવતી કાલનું રાષ્ટ્રાંતરણ છે. બંધારણમાં ધર્મ પ્રચાર કરવા છુટ મળેલી છે પરંતુ ધર્મ પ્રચારના નામે ધર્માંતરણ કરવા માટેની છુટ બંધારણે બિલકુલ આપેલી નથી. પ્રેમના આધારે કરેલા લગ્નનો આપણને વાંધો ન હોઈ શકે પરંતુ ધર્માંતરણને આધારે દેશને ખોખલો કરવાની માનસિકતાના આધાર ઉપર બહેન દિકરીનો વિધર્મિઓ દ્વારા શોષણ કરીને રસ્તે રઝળતી કરી દેવાની વૃતિ સામે અમને વાંધો છે. જે અમારી સરકાર હરગીઝ થવા દેશે નહી.
બંધારણ સભાની તા. ૩/૧૨/૧૯૪૮ની ડો.આંબેડકરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ધર્માંતરણ ઉપર થયેલી વિસ્તૃત ચર્ચા ઉપર ભાર મુકતા મંત્રીશ્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, ડૉ. આંબેડકરના અધ્યક્ષ સ્થાને મળેલ સભાની ચર્ચામાં ધાર્મિક સ્વાતત્ર્ય મુળભૂત અધિકાર છે પણ તેને ધર્મ પ્રચારનો મૂળભૂત અધિકાર ન ગણવો જોઈએ તેવુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ. આ ચર્ચા દરમિયાન શ્રી લોકનાથ મિશ્રા જે કહેવા માંગતા હતા તેનો સાર એ છે કે “ધર્મ-સ્વાતંત્ર્યના નામે ધર્મનો પ્રચાર કરીને ધર્માંતરણ કરાવવાની પ્રક્રિયાને દેશનું બંધારણ અનુમતિ આપતું નથી.” ધર્મપરિવર્તનની ચિંતા આજ કાલની નથી. ૧૯૫૪ માં આઝાદ ભારતના સંસદગૃહે આ અંગે ચર્ચા કરી ચિંતા વ્યકત કરેલી છે. અને તે અંતે સ્પષ્ટ કહ્યું છે કે બંધારણે બક્ષેલા ધર્મ-સ્વાતંત્ર્યના અધિકારોનું હનન એ આપણા સહુ માટે ચિંતાનો વિષય હોવો જોઇએ. આ જ પૂર્વ-ભૂમિકા શરુ કરી, સંસદગૃહે ૧૯૫૪ પછી ૧૯૬૦માં અને ગુજરાત વિધાનસભાએ ૧૯૬૯, ૧૯૭૨, ૧૯૮૦, ૧૯૯૯ અને ૨૦૦૩ માં આ મુદ્દે બિનસરકારી વિધેયકોના માધ્યમથી કે સરકારી બિલના માધ્યમથી ધર્મ સ્વાતંત્ર્ય રક્ષણ માટે સદા ચિંતા સેવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક સમયથી સમાજ વ્યવસ્થાના સુવ્યવસ્થિત માળખામાં છેડછાડ કરી અવ્યવસ્થા ઉભી કરવાના બદઇરાદાથી અમુક કટ્ટર ધાર્મિક તત્વો દ્વારા નિર્દોષ યુવતીઓને યેનકેન પ્રકારે લાલચ આપી, ફોસલાવીને લગ્ન માટે તૈયાર કરી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવા પ્રસંગોમાં લગ્ન કરવા પાછળનું મુખ્ય કારણ યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાનું સ્પષ્ટપણે ફલિત થયું છે. સગીર વયની કિશોરીઓ/યુવતીઓ વિભિન્ન પ્રકારના પ્રલોભન, લાલચ અને છેતરપિંડીનો ભોગ બની શરૂઆતમાં તો આકર્ષણવશ ધર્મ બદલવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ, બાદમાં વાસ્તવિકતા સપાટી પર આવતાં અપાર પસ્તાવાનો ભોગ બને છે. યુવકો દ્વારા એક ધર્મના હોવા છતાં અન્ય ધર્મના ચિન્હો ધારણ કરી યુવતીઓને માયાજાળમાં ફસાવી ભ્રમિત કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં યુવતીઓનેવિધર્મી યુવાનો પ્રત્યે સંપુર્ણપણે આકર્ષણમાંઆવી જાય ત્યાં સુધી અજાણ હોય છે અને પોતાના જ ધર્મના યુવક સાથે લગ્ન કરી રહી છે તેવી ભ્રામક માન્યતામાં રહે છે. પરંતુ, વાસ્તવિકતા સામે આવે ત્યાં સુધી ખુબ જ વિલંબ થઇ ગયો હોય છે અને અન્ય ધર્મમાં લગ્ન કરવામાં આવ્યા હોવાના કારણે સામાજિક રૂઢિઓના કારણે આવી કિશોરીઓ/યુવતીઓના પરત ફરવાના તમામ દરવાજા બંધ થઇ જવાના કારણે તેમની પાસે માત્ર શારીરિક, માનસિક, સામાજિક ત્રાસ સહન કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ ઉપલબ્ધ રહેતો નથી. ઘણા કિસ્સાઓમાં કિશોરીઓ/યુવતીઓને પોતાના માતાપિતા મદદરૂપ થવા તત્પર હોવા છતાં પણ કાયદાકીય રીતે મદદરૂપ ન થઇ શકતા હોવાથી આવી કિશોરીઓ/યુવતીઓ દ્વારા આત્મહત્યા પણ કરવામાં આવે છે. આ સમગ્ર વિષચક્ર સમાજની રૂઢિઓ સામે મોટા ખતરારૂપ છે.
દેશની અને ગુજરાતની ધર્મ-પરિવર્તન અંગેની ઘટનાઓ જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ફરીદાબાદમાં 21 વર્ષની એક દીકરીએ લગ્નનો તેમજ બળજબરીથી ધર્મપરિવર્તનનો ઈન્કાર કરતા કોલેજ બહાર જ બે વિધર્મી યુવાનો દ્વારા જાહેરમાં બંદુકની અણીએ મારી નાખવામાં આવી હતી. આવી ઘટનાઓ ચોક્કસ સમાજની માનસિકતા દર્શાવે છે. તે ઉપરાંત હિંદુ – મુસ્લિમની વાતોને સાંપ્રદાયિક ગણાવતી ઉત્તર પ્રદેશના મહારાજગંજની એક યુવતીએ પરિવાર અને સમાજની ઉપરવટ જઈ આસિફ નામના મુસ્લિમ યુવક સાથે નિકાહ પઢી ઈસ્લામ કબૂલી આયશા બની ગઈ. નિકાહ બાદ આસિફ યુવતીને છોડી સાઉદી અરબ ભાગી ગયો. આસિફના પરિવારજનોએ યુવતીને એ હદે પરેશાન કરી કે ૧૩ મી ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ તેણે આત્મદાહ કરી લીધું. એક હિંદુ યુવતી લવજેહાદની આગમાં હોમાઈ ગઈ. તે ઉપરાંત કાનપુરના આસિફ શાહ નામના વિધર્મી યુવકે એક હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું બ્રેઇન વોશ કરી બળજબરીથી ઈસ્લામ કબુલાવ્યો. માત્ર ૪ દિવસ બાદ આ યુવતી તેના હિંદુ પરિવારજનોને રસ્તે રઝળતી મળી. ઉત્તરપ્રદેશ બજરીયા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટનામાં એક મંદિરની બહાર ફુલની દુકાનમાં ફુલ વેચતી હિંદુ યુવતીને લકી ખાન નામના યુવાને પ્રેમ જાળમાં ફસાવી, આપત્તિજનક ફોટા પાડી બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવાની ફરજ પાડી. આવા તો અનેક કિસ્સાઓ ધ્યાને આવેલા છે.
આ જ પ્રમાણેના ગુજરાત રાજયના લવ-જેહાદની કેટેગરીમાં આવી શકે તેવા કેટલાક કેસોની તેમ જ એવા કેસો કે જે આઇ.પી.સી. અને ‘પોક્સો’ના કાયદા હેઠળ ગુના નોંધાયા ન હોત તો તે ધર્માંતરણ તરફ ચોક્કસપણે દોરી ગયા હોત, તેવા કેસોની વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજયનો એક બહુ જ ચર્ચિત કિસ્સો જેમાં નડિયાદમાં માત્ર વીસ વર્ષની મેડિકલ લાઈનનો અભ્યાસ કરતી પાટીદાર સમાજની દીકરી સાથે ૪૪ વર્ષના વિધર્મી બુટલેગરે હિંદુ દિકરીની યુક્તિ પ્રયુક્તિથી સહી મેળવી બ્લેકમેઈલ કરી પોતાની સાથે લઈ જઈ રાજસ્થાનના માલવી નામના ગામમાં નિકાહનું પ્રમાણપત્ર બનાવી દિકરીને બ્લેકમેઈલ કરેલ. એક સામાજીક સંગઠનની મદદથી નિકાહ સર્ટીફિકેટને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ચેલેન્જ કરી સાબિત કર્યું કે આ સર્ટીફિકેટ બોગસ છે અને ત્યારબાદ દીકરીનું કાઉન્સેલીંગ કરી હિમ્મત આપી તે દિકરીને પરત લાવ્યા જે ગુજરાતનો પહેલો કિસ્સો છે કે નિકાહ બોગસ સાબિત થયા. આ જ પ્રકારના પાલનપુર સીટી પૂર્વ પોલીસ સ્ટેશનના એક બીજા કેસમાં આરોપી નિશારખાન ઘાસુરા નામના આરોપીએ ૧૭ વર્ષ ૧ માસની સગીર દીકરીને ફોસલાવી ઘરેથી ભગાડી ગયા અને રાજસ્થાન જઇ ખોટા દસ્તાવેજો બનાવી લગ્ન નોંધણી કરાવી લીધેલી. અન્ય એક બહુચર્ચિત કિસ્સામાં ખેડા કોર્ટના રજીસ્ટ્રાર તન્વીર મલેકે પોતે અપરણિત છે, હિંદુ છે તેમ ખોટું જણાવી પરિચય કેળવ્યો અને ક્ષત્રિય સમાજની પરણિતાને તેના પતિ સાથે સમસ્યા થતા હુંફ આપવાના બહાને તેની જોડે વધુ નજીકના સબંધો કેળવી ખોટો ઉપયોગ કરતા તે ભાંડો ફૂટી ગયેલ. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અન્ય એક બહુચર્ચિત કેસમાં એક ૨૬ વર્ષની હિંદુ યુવતીએ એક વિધર્મી પુરુષ સાથે પ્રેમ લગ્ન કરેલા અને દોઢ વર્ષના લગ્નજીવન બાદ તેને એક સાત માસનો બાળક હોવા છતાં તેના ઘરેથી ધર્મપરિવર્તન બાબતે વારંવાર ઝધડો કરી કાઢી મુકેલ હતી. જેની પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી. તે જ રીતે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અન્ય એક ફરિયાદ અનુસાર એક હિંદુ યુવતીએ આરોપી હનીફખાન બરબતખાન સાથે નિકાહ પઢેલ અને તા. ૧૯/૦૨/૨૦૨૦ના રોજ સાંચોર ખાતે નિકાહનામાને નોટરાઈઝ કરાવી, મુસ્લીમ ધર્મમાં પરિવર્તન કર્યા છે. આવા અનેક કિસ્સાઓને આધારે જ આ કડક કાયદો લાવીને જેહાદીઓની શાન ઠેકાણે લાવવાની ફરજ પડી છે.ઉપરાંત, રાજયમાં કેટલીક એવી પણ ઘટનાઓ પણ બનેલી છે જે હિંદુ દીકરીઓ / યુવતીઓના ગુમ થવા/ભગાડી જવા/અપહરણ થવા અંગે દાખલ થયેલ ઘટનાઓ છે. પરંતુ આ ઘટનાઓ પાછળનો છુપો ઇરાદો છળપકપટથી યુવતી કે દીકરીઓને ફસાવી, લાલચ આપી, અંતે તેની સાથે નિકાહ પઢી તેને ઇસ્લામ ધર્મ કબુલાવીને તેનું ધર્માંતરણ કરવા તરફ દોરી જાય. આ એક એવી પ્રક્રિયા છે જેમાં સંબંધિત ધર્મગુરુઓ પણ આંખ મીચામણા કરે છે. નિકાહ પઢતી વખતે ઇસ્લામના નિયમો પ્રમાણે યુવતીને પૂછવામાં આવે છે કે ‘નિકાહ કબુલ હૈ? પરંતુ છોકરી બોલે કે ન બોલે, તેના નિકાહ કરાવી દે છે. છળપકટથી કે ફોસલાવીને હિંદુ યુવતીના ધર્માંતરણ તરફ દોરી જતી આવી ઘટનાઓ તરફ મૌલવી ભલે આંખ-મીચામણાં કરે, પણ અમારી આ સરકાર આ બધું આંખ બંધ કરીને જોઇ રહેવા માંગતી નથી. આવા કેસો સત્વરે અટકાવવા જરુરી છે નહિ તો એ સમય દૂર નથી કે આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રાંતર બની જાય.
મંત્રીશ્રીએ કહ્યુ કે, મુસ્લીમ રાષ્ટ્રો જે દેશમાં મુસ્લીમોની બહુમતી નથી ત્યાં પોતાનું સામ્રાજ્ય વધારવા આવા દેશોને આર્થિક અને સાંસ્કૃતિક રીતે ખોખલા કરવા માટે નાણાકીય મદદ કરે છે. અને આવા દેશો ઉપર ઇસ્લામિક શાસન સ્થાપિત થાય તે માટે તેમને ‘દાર-ઉલ-ઇસ્લામ’ બનાવવાનો હીડન એજન્ડા ધરાવે છે. અને જે રીતે ક્રોસ-બોર્ડર ટેરરીઝમના માધ્યમથી મુસ્લીમ દેશો અન્ય બીન-મુસ્લીમ દેશો ઉપર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરે છે તે જ રીતે લવ-જેહાદ ના માધ્યમથી ભારત જેવા દેશની સામાજિક ધરોહર ઉપર પ્રહાર કરવાનો બદઇરાદો ધરાવે છે. એવું નથી કે ‘લવ જેહાદ’ થી માત્ર ભારત જ ત્રસ્ત છે. વિશ્વના મોટાભાગના દેશો ‘લવ જેહાદ’ થી ત્રાસેલા છે. વિદેશમાં ફિલ્મ અને પુસ્તકો દ્વારા ‘લવ જેહાદ’ સામે લોકોને અને સમાજને જાગૃત કરવામાં આવી રહ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, લવજેહાદને પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયા, સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા અને ઇન્ટર-સર્વીસીસ ઇંટેલિજન્સ (પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા) જેવી સંસ્થાઓ ફંડીગ કરતા હોવાના સમાચારો પણ મળી રહ્યા છે. પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયાના સદસ્ય અને તેના મુખપત્ર ‘ગલ્ફ પેજીસ’ ના પ્રબંધ સંપાદક અહેમદ શરીફે આ બાબતનો સ્વિકાર કર્યો છે અને આરબ દેશોમાંથી હવાલા મારફત ભારતમાં ફંડીંગ પહોંચતુ હોવાનું જણાવેલ છે. ભારતમાં ઈસ્લામિક સ્ટેટની સ્થાપનાના છુપા એજન્ડા પર કામ કરતી સંસ્થાનું આ લક્ષ છે. જે રકમમાંથી આરોપીઓ માટે વકીલોની ફી ચુકવાય છે. હાલ દેશમાં કેટલાક સંગઠનો લવજેહાદના પ્રચાર પ્રસારમાં તનમન અને ધનથી લાગેલા છે, જેઓ કુમળી વયની હિંદુ, ઈસાઈ દિકરીઓનું બ્રેઇન વોશ કરવાથી માંડી ઘરથી ભગાડી જવાની તેમના રહેવાની અને નિકાહ કરાવવાની ગોઠવણ કરે છે. ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર બહેનો/દિકરીઓની આવી અવદશાથી ઘણી જ ચિંતિત છે. બની રહેલી આવી ઘટનાઓ માત્ર ને માત્ર ધર્માંતરણ જ નહિ પરંતુ તે પાછળ સામાજિક અસમતુલા સર્જવાનો અને કદાચ છેવટે કોમી દાવાનળ તરફ લઇ જાય તેવી ઘટનાઓને આકાર આપવાનો લવ-જેહાદનો આ હીડન એજન્ડા છે. અને તેથી જ શ્રી વિજયભાઇ રુપાણીના આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની આ સરકારે લવ-જેહાદ અંગેનો આ કાયદો લાવવાનો નિર્ધાર કર્યો છે.
- હાલના વિધેયકની જોગવાઇઓ અને તેમાં સુચિત સુધારા અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, હાલના કાયદામાં કલમ ૨(ક)માં ‘લલચાવવું’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ છે. જેમાં રોકડમાં અથવા વસ્તુ રૂપે બક્ષીસ, નાણાંકીય અન્યથા કોઈ મહત્વના લાભ આપવાના સ્વરૂપમાં કોઈ પ્રલોભન આપવાનો સમાવેશ થાય છે.
- હવે આ શબ્દની વ્યાખ્યામાં ‘વધુ સારી જીવનશૈલી, દૈવી આશિર્વાદ અથવા અન્યથા’ શબ્દનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
- તે ઉપરાંત કલમ ૨(ઘ)માં ‘કપટયુક્ત સાધનો’ની હાલની વ્યાખ્યામાં ગેર રજુઆત અને બીજી કોઈ કપટી પ્રયુક્તિનો સમાવેશ થાય છે. આ શબ્દની વ્યાખ્યામાં ખોટા નામ, ધાર્મિક ચિન્હ અથવા કોઈ અન્ય રીતે ખોટી ઓળખ આપવાની બાબતનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
- કલમ-૩ માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને દબાણ, લાલચ અથવા કપટયુક્ત રીતો દ્વારા ધર્માંતરણ કરાવશે નહિ તેમજ કોઈ અન્ય વ્યક્તિ તેમાં મદદગારી કરશે નહિ. એ મુજબની જોગવાઇ છે. આ કલમમાં લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવા મદદ કરી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહિ તે મુજબની જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત છે.
- તે ઉપરાંત હાલના કાયદામાં ધર્માંતરણની ફરિયાદ કોણ કરી શકશે તે અંગે જોગવાઈ ન હોવાથી કલમ ૩-ક નવી ઉમેરી ધર્માંતરણથી અસર પામેલ વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ, બહેન અથવા લોહી સંબંધથી, લગ્નથી અથવા દત્તકથી જોડાયેલી વ્યક્તિ ફરિયાદ કરી શકશે તે મુજબની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
- તે જ રીતેહાલની કલમ – ૪ માં નવી જોગવાઇ ઉમેરી જ્યારે આ કાયદા હેઠળ કોઈ ગુનો બને તો જે વ્યક્તિએ ખરેખર ગુનો કર્યો છે તેના સિવાય એવી વ્યક્તિ કે જે આ ગુનામાં મદદગારી કરે, ગુનો કરવાની સલાહ આપે કે ગુનો કરવા મનાવે તો તે ગુનો જાણે કે તેણે જ કર્યો છે તે મુજબનો આરોપ મુકવાની દરખાસ્ત છે.
- હાલના કાયદાની કલમ-૪ પછી ૩ નવી કલમો ૪-ક, ૪-ખ અને ૪-ગ ઉમેરવાની દરખાસ્ત છે. ઉમેરવા ધારેલી કલમ ૪-ક મુજબ ધર્માંતરણ લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવાથી થયુ હોય તો ૫ વર્ષ સુધીની અને ૩ વર્ષ કરતા ઓછી નહિ તેટલી સજા અને ૨ લાખ રૂપિયા કરતા ઓછો દંડ નહિ કરવાની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
- હાલના કાયદા હેઠળ ધર્માંતરણ માટે ત્રણ વર્ષ સુધીની સજા અને પચાસ હજાર સુધીનો દંડ છે તે લગ્નથી દ્વારા થતાં ધર્માંતરણ માટે સજાનું પ્રમાણ વધારી, જોગવાઇ વધારે કડક કરી, ઓછામાં ઓછા ત્રણ વર્ષની અને પાંચ વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછા રુ. ર લાખના દંડની જોગવાઇ કરેલ છે. અને જો આ પ્રકારનો ગુનો સગીર, અનુસુચિત જાતિ કે જનજાતિની સ્ત્રી કે વ્યક્તિના સંબંધમાં લગ્નને કારણે ધર્માંતરણનો ગુનો બનતો હોય તો તેને માટે હાલના કાયદાની જોગવાઇમાં ચાર વર્ષ સુધીની સજા અને રુ. એક લાખ સુધીનો દંડ છે તે જોગવાઇમાં વધારો કરીને ૪ વર્ષ કરતા ઓછી નહિ અને ૭ વર્ષ સુધીની તેવી સજા અને ૩ લાખ રૂપિયા કરતા ઓછો દંડ નહિ તે મુજબની દરખાસ્ત છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, કાયદામાં નવી કલમ ૪-ખ ઉમેરી એવા લગ્ન કે જે ગેરકાયદેસર ધર્માંતરણના હેતુથી કરવામાં આવ્યા હોય કે જેમાં લગ્ન પહેલા કે પછી ધર્માંતરણ થયુ હોય તો ફેમીલી કોર્ટ દ્વારા અને જ્યાં ફેમીલી કોર્ટ ના હોય ત્યાં ક્ષેત્રાધિકાર ધરાવતી અદાલત દ્વારા આવા લગ્ન રદબાતલ ઠેરવવામાં આવશે.
હાલના કાયદામાં કલમ ૪-ગ ઉમેરી ધર્માંતરણ જો કોઈ સંગઠન કે સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યા હોય તો જ્યારે ધર્માંતરણનો ગુનો બન્યો હોય તે સમયે આવા સંગઠન અથવા સંસ્થામાં જે વ્યક્તિ જવાબદાર હોય અથવા તો તેના ચાર્જમાં હોય તો તેવા કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની પરંતુ ૩ વર્ષ કરતા ઓછી નહિ તેવી સજા અને ૫ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈની દરખાસ્ત છે.
- વધુમાં આવી સંસ્થા કે સંગઠનને નામ. કોર્ટ સમક્ષ ચાર્જશીટ થયેથી રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે હક્કદાર રહેશે નહિ તેવી જોગવાઈની પણ દરખાસ્ત છે.
- હાલના કાયદાની કલમ-૬ પછી નવી કલમ ૬-ક ઉમેરવાની દરખાસ્ત છે જે મુજબ આવુ ધર્માંતરણ બળ, દબાણ, લાલચ, કપટયુક્ત રીતો અથવા લગ્ન દ્વારા થયુ નથી તે મુજબની સાબિતીનો બોજો (બર્ડન ઓફ પ્રૂફ) એવી વ્યક્તિ ઉપર રહેશે કે જેણે ધર્માંતરણ કર્યુ છે અને જ્યારે આવુ ધર્માંતરણ જ્યારે કોઈ અન્ય વ્યક્તિના કાર્ય, કાર્યલોપ, મદદ અથવા સલાહથી કરવાનો આરોપ હોય તો ધર્માંતરણ તે મુજબ કરાવવામાં આવ્યુ નથી તેની સાબિતીનો બોજો તેવી વ્યક્તિ પર રહેશે. એટલે કે જ્યારે કોઇ વ્યક્તિ ઉપર બળ-દબાણ, લાલચ કે કપટયુકત રીતે લગ્ન કરીને ધર્માન્તરણ કરાયાનો આક્ષેપ હોય ત્યારે તેવી વ્યક્તિ ઉપર ‘બર્ડન ઓફ પ્રૂફ’ રહેશે એટલે કે તેણે એ સાબિત કરવાનું રહેશે કે તેણે આવા લગ્ન દ્વારા ધર્માંતરણ બળ-દબાણ, લાલચ કે કપટયુકત રીતે કરવામાં આવેલ નથી.
- તે જ રીતે, જ્યારે ધર્માન્તરણ કોઇ વ્યક્તિના કાર્ય, મદદ કે સલાહ થી કરવાનો આરોપ હોય તો ‘બર્ડન ઓફ પ્રૂફ’ તેવી આરોપિત વ્યક્તિ ઉપર રહેશે કે થયેલ ધર્માંતરણ તેના દ્વારા, તેની મદદ કે સલાહથી થયેલ નથી.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, હાલની કાયદાની કલમ-૭ હેઠળ પોલીસ ઈન્સપેક્ટરથી ઉતરતા દરજ્જાના હોય તેવા કોઈ અધિકારી તેની તપાસ કરી શકશે નહિ તેવી જોગવાઈ છે. તેને બદલે હવે આવી તપાસ ડીવાયએસપી કરતા ઉતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ અધિકારી તપાસ કરી શકશે નહિ તેવી જોગવાઈ કરવાની દરખાસ્ત છે અને આ કાયદા હેઠળના ગુનાને કોગ્નીઝેબલ અને બીન-જામીનપાત્ર બનાવવાની પણ દરખાસ્ત છે. આમ,ધર્માન્તરણનો ગુનો ગંભીર હોઇ, તેની તપાસ હવે ડી.વાય.એસ.પી. લેવલની નીચે નહિ તેવા અધિકારી કરશે જેથી તપાસ વધુ વિશ્વસનીય તથા તટસ્થતાપૂર્વક થશે અને ગુનો બીન-જામીન પાત્ર બનાવવાથી આરોપીએ અદાલતમાંથી જ જામીન લેવા પડશે.
- વધુમાં હાલના કાયદાની કલમ-૬ ની જોગવાઇ મુજબ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર કોઇ કોર્ટ આ કાયદા હેઠળના ગુનાની કાર્યવાહી કરી શકશે નહિ તે જોગવાઇ યથાવત રાખવામાં આવી છે. આને કારણે ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ તેની સમક્ષ રજૂ થયેલ કેસના કાગળો, દસ્તાવેજો, વગેરે ધ્યાને લઇ, નક્કી કરશે કે સમ્બંધિત કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે કે કેમ? અને જો તેને એમ જણાશે તો જ ગુનાની કાર્યવાહી આગળ ચલાવવા માટે તેઓ પરવાનગી આપશે. આ જોગવાઇના કારણે કોઇ વ્યક્તિ સામે વગર કારણની કાર્યવાહી થવાની શકયતા રહેતી નથી.
આ વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે બહુમતીથી પસાર કરાયુ હતું.
સુધારેલ કાયદામાં સૂચિત નવી જોગવાઇઓઃ–
કલમ | વિગત | સજાની જોગવાઇ |
૩-એ | ભોગ બનનાર, તેના માતા-પિતા, ભાઇ- બહેન અથવા લોહીના સંબધ લગ્ન કે દત્તકથી જોડાયેલ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી શકશે | નવી જોગવાઇ દાખલ કરી |
૪-એ | લગ્નના હેતુસર કરેલ કરાવેલ કે મદદગારી કરેલ ઘર્માન્તરણ સજાને પાત્ર થશે | · નવી જોગવાઇ દાખલ કરી, ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ પાંચ વર્ષ સુધીની સજા અને રૂા. બે લાખથી ઓછો નહી તેટલો દંડ
· સગીર , મહિલા અથવા અનુસૂચિત જાતિ જનજાતિના કેસમાં ચાર વર્ષથી ઓછી નહી પરંતુ સાત વર્ષ સુધીની સજા અને રૂા. ત્રણ લાખથી ઓછો નહી તેટલો દંડ |
૪-બી | આ કાયદા હેઠળ કરાયેલ ગેર કાયદેસર ધર્માન્ત્તરણ સક્ષમ કોર્ટ દ્વારા રદ્દ કરી શકાશે | નવી જોગવાઇ |
૪-સી | કોઇપણ સંસ્થા આ કાયદાની જોગવાઇનું ઉલ્લધન કરે તો | · તે સમયે આવી સંસ્થાના ઇન્ચાર્જ અથવા જવાબદાર વ્યક્તિને ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ દશ વર્ષ સુધીની સજા અને રૂા.પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ
· ગુના સબંધમાં ચાર્જશીટ થયેથી આવી સંસ્થાને સરકારી સહાય મળવાપાત્ર રહેશે નહી. |
૬-એ | ગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન થયેલ નથી તે પુરવાર કરવાની જવાબદારી આરોપી, તેના મદદગાર અથવા તેને સલાહ આપનારની રહેશે | નવી જોગવાઇ |
૭ | · આ કાયદા હેઠળનો ગુનો કોગ્નીઝેબલ અને નોનબેલેબલ રહેશે.
· ગુનાની તપાસ DY.S.P. થી ઉત્તરતી કક્ષાના અધિકારી દ્વારા કરી શકાશે નહી |
નવી જોગવાઇ |
.. .. .. .. ..
Related Stories
Stay on operation of section 5 of "anti Love - Jihad" Act: Gujarat govt to challenge HC order in Supreme Court
Congress MLA Imran Khedawala tears up copy of bill against Love Jihad in State assembly
Amendments in laws against Love Jihad, Land Jihad in agenda today in State assembly
Gujarat govt make a law against Love Jihad: Rupani makes announcement
Gujarat govt studying UP and MP laws on Love Jihad: Nitin Patel
Growing demand for law against 'Love Jihad' in Gujarat; In latest Gujarat BJP chief, Vadodara MP favor the idea
Bharuch MP seeks law against Love Jihad in Gujarat; Writes letter to CM
Recent Stories
- Gujarat BJP Joint Spokesperson Jayesh Vyas passes away
- ISKCON Ahmedabad Mandir Protests Over Justice For Hindus In Bangladesh
- Gujarat Gas Hikes CNG Prices Again, Impacting 22 Lakh Vehicle Owners
- Dhari to become 160th Municipality in Gujarat
- Railway Minister visits Austrian company's largest manufacturing plant in the world in Gujarat
- Road-side food cart operators and local residents clash in Vastrapur
- 13-Day Long Saptak Music Festival 2025 to Honor Legacy of Co-Founder Manju Mehta