કેન્દ્રએ ખેડૂતને ૫૦થી ૮૫ ટકા નફો મળે તેવો પ્રતિ ક્વિન્ટલ ૯૨ થી ૫૨૩ રૂ. નો MSP વધારો આપ્યો: કૃષિ પ્રધાન રાઘવજી પટેલ
June 09, 2022
ગાંધીનગર: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકાથી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૫,૮૫૦, તુવેર પાકમાં રૂ. ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, મગ પાકમાં રૂ. ૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭,૮૩૦, અડદ પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, કપાસ પાકમાં રૂ. ૩૫૫નો વધારો કરી રૂ. ૬,૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે. દેશગુજરાત.
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર