Gujarati recipes: Gota, Bataka vada, Bhajiya(Gujarati text)
December 07, 2010
ગોટા
માત્રા: ૫ થી ૬ વ્યક્તિ
સામગ્રી:
– ૨ કપ ચણાનો જાડો લોટ, અડધો કપ ઘઉંનો જાડો લોટ, ૨ ઝૂડી મેથીની ભાજી, ૧ નાની ચમચી વાટેલાં આદુ-મરચાં, ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ કપ દહીં, ૪ ચમચી ખાંડ, ચપટી સાજીનાં ફૂલ, ૧ નાની ચમચી તલ, ૧૦ નંગ મરી, ૧ નાની ચમચી ધાણા, ૧ નાની ચમચી ગરમ મસાલો, તેલ પ્રમાણસર, મીઠું પ્રમાણસર, દહીં, તીખી ચટની
રીત:
– ચણાના લોટમાં ઘઉનો અને ચોખાનો લોટ નાખવો.
– તેમાં ૨ ઝૂડી મેથીની ભાજી, મીઠું,મરચું,હળદર અને સાજીનાં ફૂલ નાખી,એકદમ ઢીલું ખીરું કરવું,પકોડાં ગરમ તેલમાં ઉતારી,સીધા પાણીમાં નાખવાં.
– પકોડાને દબાવી,પાણી કાઢી તેનાં પર દહીં,ગળી ચટની,તીખી ચટની,મીઠું,મરચું ભભરાવવાં.
***********
બટાકાવડા
માત્રા: ૫ વ્યક્તિ
સામગ્રી:
– ૫૦૦ ગ્રામ ખાડાવાળા બટાકા, તેલ પ્રમાણસર, અડધી નાની ચમચી જીરું, ૧ નાની ચમચી તલ, ૨ નાની ચમચી વાટેલાં આદુ-મરચાં, ૩ ચમચી ઝીણી સમારેલી કોથમીર, અડધી નાની ચમચી લીંબુનાં ફૂલ, ૨ નાની ચમચી ખાંડ, ૨ નાની ચમચી આરોલોટ, ૧ નાની ચમચી ગરમ મસાલો, કાજુ, દ્રાક્ષ, ૧૫૦ ગ્રામ ચણાનો લોટ, અડધી નાની ચમચી લાલ મરચું, ૧ નાની ચમચી હળદર, ૪ નાની ચમચી કણકીનો લોટ, મીઠું પ્રમાણસર
રીત:
– બટાકાને બાફીને પાણીમાં નાખ્યા વગર ઠંડા કરવાં.છાલ કાઢીને છીણી નાખવાં.
– ૨ નાની ચમચી તેલમાં જીરું અને તલ નાખી વઘાર કરવો.તેમાં આદું,મરચાં,કોથમીર,લીંબુંના ફૂલ,ખાંડ અને આરોલોટ નાખવાં.
– ઠંડું પડે એટલે બટાકાના માવામાં મિક્સ કરવું.તેમાં મીઠું,કાજુ,દ્રાક્ષ,ગરમ મસાલો નાખવાં.ગોળા વાળવા.
– ચણાના લોટમાં મીઠું,મરચું,સહેજ હળદર અને કણકીનો લોટ નાખી ખીરું પલાળવું,તેમાં ગોળા બોળીને ગરમ તેલમાં તળવા.
*******
ભજીયાં
સામગ્રી:
– ૧ કપ ચણાનો ઝીણો લોટ, ૧ નાની ચમચી મરચું, ૧ નાની ચમચી હળદર, ૧ નાની ચમચી ખાંડ, ૧ નાની ચમચી ધાણાજીરું, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ નાની ચમચી કણકીનો લોટ, થોડાં સાજીનાં ફૂલ, બટાકા, ડુંગળી, મરચાં,કેળાં, કેરી, કોળું, રીંગણ અને રતાળુ, અજમાનાં પાન, પોઈનાં પાન,તેલ પ્રમાણસર, મીઠું પ્રમાણસર
રીત:
– ચણાનાં લોટમાં બધો મસાલો નાખી ખીરું પલાળવું.
– કેળાં કે મરચાંનાં ભજીયાં કરવા હોય તો ખીરું જાડું રાખવું.પહેલાં તેનાં ભજીયાં ઉતારી પછી ઢીલું કરવું.
– બટાકા અને ડુંગળીનાં પાતળાં પીતાં કરવાં.કેળાંનાં જાડા પીતાં કરવાં.
– મરચાંમાં કાપા કરી,બીયાં કાઢી,મીઠું,ધાણાજીરું,ખાંડ ભરવાં.આફૂસ કેરીના ચોરસ પીતાં કરવાં.
– ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું.જેના ભજીયાં કરવા હોય તેનાં પીતાં ખીરામાં બોળી તેલમાં નાખવાં અને તળવાં.
– આમ, વારાફરતી બધા ભજીયાં ઉતારવાં.
Recent Stories
- ACB Gujarat nabs 2 cops, aide in bribe case in Surat
- Air Marshal Nagesh Kapoor assumes command as Air Officer Commanding-in-Chief, South Western Air Command
- Gujarat govt launches one-time waiver scheme for scrapping vehicles older than 8 years
- More Illegal Encroachments Razed Near Chandola Lake in Ahmedabad
- Live: Gujarat Day 2025 celebration from Godhra, Panchmahal
- Gujarat High Court to get 7 more Judges
- UGVCL announces scheduled power cuts in North Gujarat