મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી- મુંબઈ એકસપ્રેસ-વે નિર્માણની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું
August 04, 2022
સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસવે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્રારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી હતી.
ભારતના સૌથી લાંબા ૧૩૫૦ કિ.મી. અને અંદાજે રૂા.૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી ૪૨૩ કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજયોની સરખામણીએ આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. આ એક્સ્પ્રેસ વે નિર્માણથી મુસાફરીનો સમય ૨૪ કલાકથી થી ઘટીને ૧૩ કલાકનો થશે.
આ પ્રોજેક્ટએ કેન્દ્રની ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉચાઈ પર લઈ જશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (DME) બે ભાગમાં વહેંચાયેલો છે.(૧) દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે ( DVE ) (૨) વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે ( VME )
VME પ્રોજેક્ટના કામને વહેલીતકે પૂર્ણ કરવા માટે ૧૩ પેકેજોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાંથી ૯ પેકેજો સિવિલ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ૨ પેકેજમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલની માળખાકીય સુવિધાઓને પાર કરવા માટે પૂરતી સંખ્યામાં ફ્લાયઓવર, ROBS, મુખ્ય બ્રિજ, નાના પુલો, અંડરપાસ અને કનેક્ટિંગ રોડની દરખાસ્ત કરવામાં આવી છે. દર ૭૫-૧૦૦ કિલોમીટરના અંતરે સુવિધાઓ તેમજ પાર્કિંગ વિસ્તારોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ, ફ્યુઅલ સ્ટેશન, ફૂડ કોર્ટ/ધાબા, ઓટો વર્કશોપ, હોટેલ અને કન્વેન્શન સેન્ટર, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ જેવી સુવિધાઓ હશે.
Gujarat Chief Minister today reviews the Vadodara – Mumbai expressway project works at Karanj in Mandvi taluka of Surat district in South Gujarat. This portion of expressway is part of the Delhi – Mumbai expressway project. pic.twitter.com/wQ8R4NKDrM
— DeshGujarat (@DeshGujarat) August 4, 2022
VME એક્સપ્રેસવે પર ટ્રાફિકની દેખરેખ અને નિયમન માટે અને રસ્તાના ઉપયોગકર્તાઓ માટે કટોકટી સંચાર સ્થાપિત કરવા માટે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ હશે. VME એ જાળવણીની જરૂરિયાતો ઘટાડવા માટે ઉચ્ચ-શક્તિવાળા કોંક્રિટના ટોચના સ્તર સાથેનો કોંક્રિટ પેવમેન્ટ છે. VME ના સંરેખણમાં એવન્યુ અને મધ્યમ વાવેતર તરીકે ૬.૫૦ લાખથી વધુ વૃક્ષો/છોડ વાવેતર કરવામાં આવશે.
સુરત જિલ્લામાંથી પસાર થતા એકસપ્રેસ વેની ઝલક:
સુરત જિલ્લામાંથી ૫૫ કિ. મી. VME એકસપ્રેસ વે પસાર થાય છે. માંગરોળ, કામરેજ,માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના ૩૭ ગામોમાંથી પસાર થશે. જેના કાર્યની ૫,૬ અને ૭ એમ ત્રણ પેકેજમાં વહેચણી કરવામાં આવી છે. *જેમાં પ મું પેકેજ ૭ કિ. મી.,૦૬ પેકેજમાં કિમ માંડવી રોડ ક્રોસ કરીને માંડવી તાલુકા (વીરપોર, રોસવડ અને કરંજ ગામો)માંથી પસાર થાય છે જેની લંબાઈ ૩૬.૯૩ કિ.મી. છે. સાતમું પેકેજ ૧૧ કિ.મીટર છે.
સુરત જિલ્લામાં મોટી નરોલી તથા એના ગામે એકસપ્રેસ વેની એન્ટ્રી તથા એકઝીટ રાખવામાં આવી છે. મોટી નરોલી ખાતે NH-48 સાથે કનેકટીવીટી અને એના ખાતે NH-૫૩ સુરત-ધુલિયા સાથે કનેકટ થશે.
આ અવસરે મુખ્ય મંત્રીના હસ્તે જિલ્લા પંચાયતના સ્વ. ભંડોળમાંથી કરંજ ગામની પ્રાથમિક શાળાને બે કોમ્પ્યુટર લેબ અર્પણ કરાયા હતા.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર