GST અને લવ જિહાદ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
August 05, 2022
ગાંધીનગરઃ 2017માં જીએસટી-નો અમલ શરૂ થયો તે પહેલાં પણ આખા દેશમાં શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રોફેશનલ કાર્યક્રમોમાં ટિકિટનો દર રૂ. 500 કે તેથી વધુ હોય તો વેટ/સર્વિસ ટેક્સ લેવામાં આવતો જ હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગરબા કે ગરબાના આયોજન ઉપર કોઈ જ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. આવાં આયોજનો પર 18 ટકા જીએસટીનો સ્લેબ પહેલેથી અમલમાં છે.
સરકાર શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોનું સન્માન કરે જ છે, આવા કાર્યક્રમોનાં મોંઘા આયોજનો પર ટેક્સની જે વ્યવસ્થા પહેલાં હતી એ જ યથાવત્ ચાલુ છે. આ વાત રાજ્યના નાગરિકોને ખબર છે પરંતુ ગુજરાતમાં સત્તા મેળવવાનાં સ્વપ્ન જોતા રાજકીય પક્ષોને ખબર નથી.
ગુજરાતના વેપારીઓ અહીં હાજર છે અને તેઓ જ ગરબા પર જીએસટી મુદ્દે ખોટું બોલનારાઓને મારા કરતાં વધારે સારી રીતે આ બાબતનો જવાબ આપી શકે એમ છે, તેમ ગૃહ રાજ્યમંત્રીએ તેમના એક વક્તવ્યમાં કહ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીએ લવ જિહાદ શબ્દનો ઉપયોગ કર્યા વિના આ વિષય પર આકરો પ્રત્યાઘાત આપ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવાનો દરેકને અધિકાર છે અને એમાં કોઈ રોકી શકે નહીં, પરંતુ કોઈ મુસ્તુફા મહેશ કે પછી મહેશ બીજું કોઈ નામ ધારણ કરીને આવું કશું કરે તો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમામ લોકો સાચા નામથી, સાચી ઓળખથી પ્રેમ કરી જ શકે છે. પરંતુ નામ બદલીને પ્રેમ કરે તો એ ક્યારેય સ્વીકાર્ય નથી કેમ કે એ સમાજની વ્યવસ્થા બગાડવાનું ઓપરેશન છે. તેમણે કહ્યું કે, સૌ સમાજના લોકો આ જવાબદારી સ્વીકારે, સૌ લોકો પોતપોતાના સમાજમાં પ્રેમનો સાચો અર્થ નીચે સુધી પહોંચાડવામાં મદદગાર બને એવી આ સૌ પાસે અપેક્ષા છે. આ વિષય ઉપર કોઇની પણ ફરિયાદ અમને મળશે તો અમે ખૂબ જ ગંભીરતાથી તેના ઉપર પગલાં ભરીશું એવો હું તમને વિશ્વાસ અપાવું છું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું
- દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો સાથે ૭ લાખથી વધુ ટિકિટો બુક કરી રૂ. ૧૬ કરોડથી વધુ આવક
- બરડા જંગલ સફારી ફેઝ-1નું ઉદઘાટન થશેઃ પ્રવાસીઓ માટે સિંહ જોવાનું નવું ઠેકાણું બનશે
- રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત
- જળ રમત-ગમત, નૌકાવિહાર પુનઃ શરુ થશે; ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીની મંજૂરી