જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોમાંથી આવેલા પણ હવે મત આપી શકશે
August 19, 2022
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી આવેલા તેમજ અત્યાર સુધી રાજ્યમાં જેમને મતાધિકાર નહોતો અપાયો તેવા નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવી શકશે અને આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે. આ જાહેરાત જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હૃદેશકુમારે તાજેતરમાં કરી. તેને પગલે હવે અહીં રહેતા ઓછામાં ઓછા 25 લાખ લોકો મતદાર તરીકે નોંધણી કરાવીને તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
જમ્મુ-કાશ્મીરમાં મતક્ષેત્રોની પુનઃરચના બાદ રાજ્યના ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી રાજ્યના મોટાભાગના નાગરિકો સહિત દેશમાં અનેક લોકો ખુશ છે. જોકે, આ જાહેરાત કાશ્મીરના પાકિસ્તાન-પરસ્ત રાજકીય પક્ષો તેમજ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોને પસંદ પડી નથી. આવા પાકિસ્તાન-તરફી લોકોએ તેમની ટૂંકી, ભારત-વિરોધી નીતિને આગળ વધારવા માટે દેશમાં અન્યત્રથી અહીં સ્થાયી થયેલા લોકો વિરૂદ્ધ ભય ફેલાવવાનું શરૂ કરી દીધું છે.
2019માં કલમ 370ની નાબૂદી બાદ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયેલા જમ્મુ-કાશ્મીરમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજાય તે પહેલાં મતદાર યાદી સુધરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં આશરે 25 લાખ નવા મતદારોનો ઉમેરો થઈ શકે છે તેમજ જણાવી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, આ વિશાળ કામગીરી 25 નવેમ્બર સુધીમાં પૂરી કરવાની છે. આગામી પહેલી ઑક્ટોબરે 18 વર્ષ પૂરા કરનાર લાયકાત ધરાવતા તમામ નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવી શકશે.
તેમણે ઉમેર્યું કે, આ કાર્યક્રમનો હેતુ મતદાતાઓની ઓળખ સ્થાપિત કરવાનો અને મતદાર યાદીમાં લાયકાત ધરાવતા લોકોનો સમાવેશ કરવાનો છે.
જોકે, જમ્મુ-કાશ્મીર શાસનના સત્તાવાળાઓના આ પ્રજાલક્ષી નિર્ણયને રાજ્યના સ્થાનિક રાજકીય પક્ષો તેમજ અલગતાવાદીઓ સ્વીકારવા તૈયાર નથી અને એમણે સરકારના પ્રયાસોની વિરુદ્ધ મોટાપાયે ભય ફેલાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ રાજ્યના ચૂંટણી અધિકારીની જાહેરાતના વિરોધમાં સર્વપક્ષીય બેઠક બોલાવીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિરુદ્ધ યોજના ઘડવા પ્રયાસ કર્યો હતો. એ જ રીતે પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા ત્રાસવાદી અને અલગતાવાદી સંગઠનોએ પણ બહારથી આવીને જમ્મુ-કાશ્મીરમાં વસેલા લોકોની વિરુદ્ધ સ્થાનિક લોકોને ભડકાવવાનું શરૂ કરી દીધું હતું. આવા કેટલાક તત્વો સમાચાર ચૅનલો ઉપર ચર્ચા દરમિયાન પણ નાગરિકોને અને શાસનને આડકતરી ધમકી આપતા જોવા મળી રહ્યા છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે