ફેક ન્યૂઝ ફેલાવવાના પ્રયાસમાં આમ આદમી પાર્ટી વધુ એક વખત બેનકાબ
September 01, 2022
નવી દિલ્હીઃ અપપ્રચાર અને ફેક ન્યૂઝ-જીવી આમ આદમી પાર્ટી વધુ એક વખત બેનકાબ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થયેલા એક વીડિયોને ગુજરાત સાથે સાંકળીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ આદત મુજબ અપપ્રચાર કરવાનો અને ભાજપ સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નિષ્ફળતા મળી હતી.
વાયરલ વીડિયોમાં માર્ગ ઉપર એક સિટી બસ જઈ રહી છે અને ખીચોખીચ ભરેલી એ બસમાં શાળાના નાનાં બાળકો છેક બહાર સુધી લટકતા દેખાય છે. બરાબર એ જ સમયે એક બાળકનો હાથ છૂટી જતાં એ રસ્તા પર પટકાય છે.
સમાચાર માધ્યમોએ તરત શોધી કાઢ્યું હતું કે આ વાયરલ વીડિયો તમિલનાડુનો છે છતાં આમ આદમી પાર્ટીના કોઈ સામાન્ય કાર્યકરે આ ભાજપનું મોડલ છે એમ લખીને ગુજરાતની તેમની પાર્ટીના વિવિધ હેન્ડલને ટૅગ કર્યા હતા. ઈટાલિયાએ પણ સચ્ચાઈની કશી જ ખાતરી કર્યા વિના આદત મુજબ સીધું ભાજપને ઝૂડવાનું શરૂ કરી દીધું હતું.
વાસ્તવમાં આ વાયરલ વીડિયો તમિલનાડુનો હતો પરંતુ ગુજરાત વિરોધમાં ભાન ભૂલેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ કશું જોયા-સમજ્યા વિના આ ઘટનાને સીધી ભાજપ સાથે જોડી દીધી હતી.
આ ઘટના જ્યાં બની એ તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે અને ત્યાંના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલીને તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે તેમનું રાજ્ય દિલ્હીનું શિક્ષણ મોડલ લાગુ કરશે. વિચારવાનો મુદ્દો એ છે કે, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પોતે જો ખરેખર શિક્ષિત હોત તો ઘટના વિશે સાચી જાણકારી મેળવ્યા વિના આ રીતે દરેક બાબત ગુજરાત અને ભાજપ સાથે સાંકળત નહીં.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય