સોલર ઊર્જા આવવાથી મોઢેરાના નાગરિકોના વીજ બિલ શૂન્ય થઈ ગયાઃ વડાપ્રધાન સાથે શૅર કર્યા અનુભવ
October 30, 2022
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે મન કી બાત દરમિયાન મોઢેરાના કેટલાક નાગરિકો સાથે વાતચીત કરી હતી જેઓ સોલર ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે.
સમગ્ર મોઢેરા ગામ આ મહિને જ સૂર્યઊર્જા સંચાલિત ગામ જાહેર કરવામાં આવ્યું હતું. ગામના પ્રત્યેક ઘરમાં, બિઝનેસમાં હવે પરંપરાગત વીજળીનો વપરાશ થતો નથી, પરંતુ સૂર્યઊર્જા દ્વારા વીજળીની જરૂરિયાત પૂરી થાય છે જેને કારણે ગ્રામવાસીઓને વીજળી બિલમાંથી સંપૂર્ણ મુક્તિ મળી ગઈ છે.
આ સંદર્ભમાં વડાપ્રધાને આજે વર્ષાબેન નામે એક સૈન્ય પરિવારના મહિલા સાથે વાત કરી હતી. વડાપ્રધાને તેમને પૂછ્યું કે, સૈન્ય પરિવારના હોવાને કારણે ભારતમાં તમને ક્યાં ક્યાં જવાની તક મળી છે? તેના જવાબમાં વર્ષાબેને કહ્યું કે, તેઓ રાજસ્થાનમાં રહ્યા છે, જમ્મુમાં પણ રહેવાની તક મળી છે. વડાપ્રધાને ત્યારબાદ સૂર્યઊર્જા વિશે વાત કરતા વડાપ્રધાને વર્ષાબેનને તેમનો અનુભવ પૂછ્યો હતો. વર્ષાબેને જણાવ્યું કે, તેમને સૌને સોલર યોજનાથી ઘણો ફાયદો થયો છે. તેમણે કહ્યું કે, અમારા ગામમાં તો હવે દરરોજ દિવાળી જેવું છે કેમ કે વીજ બિલ તો આવતું જ નથી.
વર્ષાબેને કહ્યું કે, હવે અમે બધા અલગ અલગ પ્રકારના વીજ ઉપકરણો વસાવીએ છીએ અને તેનો છૂટથી ઉપયોગ કરીએ છીએ કેમ કે અમને હવે વીજ બિલની ચિંતા નથી.
ત્યારબાદ વડાપ્રધાને બિપીનભાઈ પટેલ સાથે પણ આ જ મુદ્દે વાત કરી હતી અને તેમણે પણ કહ્યું કે, સૂર્યઊર્જા પૅનલ લાગી જવાથી હવે ઘણી રાહત થઈ ગઈ છે.
નરેન્દ્રભાઈએ તેમને તેમના સગા-વહાલા-મિત્રો આ અંગે શું કહે છે તે પૂછ્યું ત્યારે બિપીનભાઈએ જણાવ્યું કે, અમે એ લોકોને કહીએ છીએ કે હવે અમારું વીજ બિલ શૂન્ય આવે છે, અને ક્યારે બિલ આવે તો પણ 70 રૂપિયા સુધીનું જ આવે છે. તેમણે કહ્યું કે હવે વીજળી બિલની કોઈ ચિંતા જ નથી. ગામના બધા લોકો ખુશ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
વર્ષાબેન તેમજ બિપીનભાઈ બંનેએ જણાવ્યું હતું કે મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્ય ઊર્જા આધારિત લાઇટ-એન્ડ સાઉન્ડ સિસ્ટમ લગાવવાથી અમારું ગામ આખી દુનિયામાં સુવિખ્યાત થઈ ગયું છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે