મોરબીની હોસ્પિટલમાં દર્દીઓ અંગે લલ્લન ટોપના વીડિયોનો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા

મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલી નવેમ્બરને મંગળવારે મોરબીમાં ઘટના સ્થળ તથા હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પૂછવા જવાના છે તેથી હોસ્પિટલમાં રાતોરાત બધું બદલવામાં આવી રહ્યું છે એવા ફેક ન્યૂઝ 31મીથી જ કેટલાક લોકોએ ફેલાવવાના શરૂ કરી દીધા હતા.

લલ્લન ટોપ નામની એક યુટ્યૂબ ચેનલ દ્વારા એક અભિજીત દિપકે નામના ફોટા અને ઈન્ટર્વ્યુ ફેલાવીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાનની મુલાકાત પહેલાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પ્લાસ્ટર પણ બદલીને નવા નાખવામાં આવી રહ્યા છે.

લલ્લન ટોપ અને અભિજીત દિપકેના આ ટ્વિટને વિનોદ કાપરી નામના ભૂતપૂર્વ ટીવી પત્રકાર અને ફિલ્મકારે પણ ટ્વિટ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો.

અભિજીત દિપકેના ટ્વિટને પત્રકાર રોહિણી સિંહ અને સ્વાતિ ચતુર્વેદીએ પણ રિટ્વિટ કરીને ફેક ન્યઝને આગળ વધારવામાં પોતપોતાનો ફાળો આપ્યો હતો.

પરંતુ હંમેશની જેમ આ ફેક વાત પકડાઈ ગઈ અને અન્ય નેટિઝન્સ દ્વારા તેનો ખુલાસો કરી દેવામાં આવ્યો. ફેક ન્યૂઝમાં જે વ્યક્તિને 31મી ઑક્ટોબરે પગમાં અડધું પ્લાસ્ટર અને પહેલી નવેમ્બરે આખું પ્લાસ્ટર બતાવવામાં આવ્યું હતું તેને નેટિઝન્સે લલ્લન ટોપના વીડિયોમાંથી જ પકડી પાડ્યું અને દર્શાવ્યું કે, 31મીએ રાત્રે લેવાયેલા આ વીડિયોમાં એ જ વ્યક્તિને આખું પ્લાસ્ટર દેખાય છે તો https://www.youtube.com/watch?v=W-spmsxePcI&ab_channel=TheLallantop (વીડિયોમાં 2.30 મિનિટે) 31મીએ અડધું અને પહેલીએ આખું છે એવું ખોટું શા માટે બોલવામાં આવે છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો