તાપી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજુવેનેશન પ્રોજેક્ટ: વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં
October 13, 2023
સુરતઃ સુરત મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી પ્રકલ્પ તાપી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજુવેનેશન પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક પાસે નાણાંકીય સહાય મેળવવાના ઉપક્રમે “વર્લ્ડ બેંક” ની ટીમ Fourth Preparation Mission (Hybrid), માટે તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ “વર્લ્ડ બેંક”ના વિવિધ ક્ષેત્રોનાં તજજ્ઞો સુરત શહેર, સુરત મહાનગરપાલિકાના વિવિધ વિષયો પરત્વે વિવિધ વિભાગો સાથે ચર્ચા – વિચારણા, પ્રેઝન્ટેશન, સાઇટ વિઝીટ, વિગેરે સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અર્થે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા.
જેના ઉપક્રમે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શુક્રવારે મીટિંગ દરમ્યાન તાપી રીવરફ્રન્ટ/બરાજ વિગેરે પ્રોજેક્ટોની જરૂરિયાત તેમજ સદર પ્રોજેકટથી સુરત શહેરને થનાર લાભ વિગેરે બાબતે વર્લ્ડ બેંકના પ્રતિનિધી સાથે સધન ચર્ચા કરી હતી.
થયેલ ચર્ચા મુજબ હાજર રહેલ તજજ્ઞો સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના વિવિધ અધિકારીઓ તથા કન્સલ્ટન્સના પ્રતિનિધિઓ સાથે ટેકનિકલ બાબતો તથા અન્ય બાબતો એ પ્રોજેક્ટ સંબંધિત ચર્ચા કરી તેને તાપી રિવરફ્રન્ટના માસ્ટર પ્લાનમાં આવરી લેવા સૂચના આપવામાં આવી હતી.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય