અમદાવાદ પશ્ચિમના આ ફ્લાયઓવર્સ દસ દિવસ સુધી બંધ રહેશે

અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર લીમીટેડ દ્વારા ૧૩૨ ફુટ રોડ પલ્લવ ચાર રસ્તાથી સમર્પણ ટાવર સુધી બ્રીજના બન્ને છેડા સુધી ૩૦૦ મીટરના રોડ ઉપર ૧૩૨ વોલ્ટ કેબલનું કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું અધિક પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

 

અમદાવાદ: શહેરમાં ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા ૧૩૨ ફુટ રોડ પલ્લવ ચાર રસ્તાથી સમર્પણ ટાવર સુધી બ્રીજના બન્ને છેડા સુધી ૩૦૦ મીટરના રોડ ઉપર ૧૩૨ વોલ્ટ કેબલનું કામ કરવાનું હોવાથી બેરીકેડીંગ કરી, રસ્તો બંધ કરી ૧૦-દિવસ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નીચે જણાવેલ વિગતો ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત :

૧૩૨ ફુટ રોડ પલ્લવ ચાર રસ્તાથી સમર્પણ ટાવર સુધી બ્રીજના બન્ને છેડા સુધીનો ૩૦૦ મીટરનો બન્ને બાજુથી બેરીકેટીંગ કરી બંધ કરવામાં આવનાર છે.

વૈકલ્પિક માર્ગની વિગત :

૧. અખબારનગર તરફથી આવતો ટ્રાફિક પલ્લવ ચાર રસ્તાથી ડાબી તરફ જશે. જે અંકુર ચાર રસ્તાથી પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગથી ઘરડાઘર રોડ થઈ એ.ઈ.સી. તરફ જઇ શકશે.

૨. અંકુર ચાર રસ્તાનો ટ્રાફિક જેને એ.ઈ.સી. ક્રોસ રોડ તરફ જવાનું હોય તો પૂજ્ય ધરમસિંહ માર્ગ થઇ ધરમસિંહ સ્વામી ચોક થઈ શિવ હોસ્પિટલ થઈ એ.ઈ.સી. તરફ જઈ શકશે.

 

ટોરેન્ટ પાવર લીમીટેડ દ્વારા ..સી. ફલાય ઓવર સર્વિસ રોડ ખાતે ૧૩૨ વોલ્ટ કેબલનું કામગીરી અનુસંધાને વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું અધિક પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર લીમીટેડ દ્વારા એ.ઈ.સી. ફલાય ઓવર સર્વિસ રોડ ખાતે ૧૩૨ વોલ્ટ કેબલનું કામ કરવાનું હોવાથી બેરીકેડીંગ કરી, રસ્તો બંધ કરી ૧૦-દિવસ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નીચે જણાવેલ વિગતો ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત :

પલ્લવ ચાર રસ્તા એ.ઈ.સી. ફલાય ઓવર બ્રીજના છેડાથી AEC ચાર રસ્તા બ્રીજના છેડા સુધીનો એ.ઈ.સી. ફ્લાય ઓવર બ્રીજનો નીચેનો સર્વિસ રોડ બન્ને છેડા સુધીનો ૩૦૦ મીટર જેટલો રોડ બન્ને બાજુ બેરીકેડીંગ કરી બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત :

૧. પલ્લવ ચાર રસ્તાથી આવતી બી.આર.ટી.એસ. બસ એ બી.આર.ટી.એસ. રૂટનો ઉપયોગ કરી શકશે અને અન્ય વાહનો એ.ઈ.સી. ફલાય ઓવર વાળો રસ્તાનો ઉપયોગ કરી શકશે.

૨. પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહનો જે એ.ઈ.સી. ક્રોસ રોડ જશે તે મિરા અંબીકા સ્કુલ થઇ પુજ્ય ધરમસિંહ માર્ગ થઇ મ્યુઝિયમ ચાર રસ્તા થઇ એ.ઈ.સી. ચાર રસ્તા જઇ શકશે.