ગાંધીનગરમાં વગર પરવાને એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી પકડાઇ
June 25, 2024
ગાંધીનગરઃ રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.) તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને શ્રી હેલ્થકેર, ઇ-૧૨૫, જી.આઇ.ડી.સી., ગાંધીનગરના માલિક ભાવીનભાઇ ગોરધનભાઇ પટેલ રહે. ૮, યમુના ફ્લેટ્સ, ૩૩/૪ જયંત પાર્ક, ઘોડાસર, અમદાવાદ દ્વારા ખોટા ઉત્પાદન લાયસન્સ નંબર G/25/2907 અને G/28/2235, GSTIN / UIN: 24ASSPP8301R1ZWનો ઉપયોગ કરી ગેરકાયદેસર વગર પરવાને એલોપેથીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભીકરી ટેબલેટ તેમજ કેપસ્યુલ બનાવવાના જરૂરી મશીનો વસાવી બેંક ઓફ બરોડામાંથી લોન મેળવી મશીનો પણ બારોબાર વેચી દીધેલ અને દવાઓનું ઉત્પાદન કરી વેચાણ પણ ચાલુ કરી દીધેલ હોવાનું તંત્રએ પકડી પાડેલ છે.
તંત્રની તપાસ દરમ્યાન ટેબલેટ, કેપસ્યુલ ના ઉત્પાદનમાં વપરાતા એક્સીપીયન્ટ જેવા કે, સ્ટાર્ચ, DCP, Empty Hard Gelatin Capsule ડમી પેલેટ્સ, ઓમેપ્રાઝોલ (API), Azithromycin, Antibiotic ૨૫ કીલો વાળા ૧૨ ડ્રમ એટલે કે ૩૦૦ કીગ્રા API તથા ઉત્પાદનના ટેસ્ટીંગ માટે વપરાતા સાધનો જેવા કે, ટેબલેટ ડીસઇન્ટીટ્રીગ્રેશન ટેસ્ટ એપરેટ્સ, ફ્રાયેબીલીટી ટેસ્ટ એપરેટ્સ, PH મીટર, ઇલેક્ટ્રોનીક વઇંગ બેલેન્સર વગેરે તપાસ અધીકારીઓએ પકડી પાડેલ અને નિયત ફોર્મ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે.
તપાસ દરમ્યાન Dibasic Calcium Phosphate Dihydrate IP, Empty Capsule Shell, Omeprazole Capsule, Omeprazole Pellets, Maize Starch Powder વગેરેના નમુનાઓ ફોર્મ ૧૭ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે. અહેવાલની રાહ જોવાઇ રહેલ છે.
તપાસ સમયે વિગતો ખુલેલ કે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા API ઘટક Azithromycin, Paracetamol, Methyl Cobalamin, Prgabalin, Thiocolchicoside મા યોગ્ય APIને બદલે DCP Starch કે અન્ય સસ્તા API પાવડરનો ઉપયોગ કરી વેચાણ બનાવટી દવાનું વેચાણ કર્યાનું ખુબ જ મોટુ કૌભાંડ આચર્યુ હોવાની શંકાના આધારે તંત્રના અધિકારીઓએ નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
તેઓ દ્વારા લગભગ ૪ કરોડ રૂપિયાનું પેકીંગ મટીરીયલ, ફાર્મામશીનરી અને બનાવટી API નું વેચાણ ગુજરાત તથા અન્ય રાજ્યના ઉત્પાદકોને ટેબલેટ તેમજ કેપસ્યુલ જેવી દવાઓ બનાવવા કર્યાનું તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ છે અને તપાસ દરમ્યાન તેઓને ત્યાંથી ૪૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે. તેઓએ રોમટીરીયલ, કેપસ્યુલ, ટેબલેટ બનાવી ક્યાં ક્યાં વેચાણ કરેલ છે તેમજ તેઓના ત્યાંથી API મેળવી કયા કયા ઉત્પાદકોએ ટેબલેટ તેમજ કેપસ્યુલ બનાવી માર્કેટમાં વેચાણ કરેલ છે તે અંગે તંત્રના અધિકારીઓએ તપાસનો ધમધમાટ ચાલુ
કરેલ છે.
વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે સદર ઉત્પાદકની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે અન્ય ખોટા ઉત્પાદન લાયસન્સ લખી અને માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના ઉત્પાદક/વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય