રિલાયન્સ જીયોએ નવા અનલિમિટેડ પ્લાન્સ જાહેર કર્યા, 3 જુલાઇથી થશે અમલ, નવી એપ્સ પણ રજૂ કરી જે એક વર્ષ માટે મફત હશે
June 28, 2024
મુંબઈ: જિયોએ આજે તેના નવા અનલિમિટેડ પ્લાન્સની જાહેરાત કરી હતી. જિયોભારત/જિયોફોન ગ્રાહકો માટે વર્તમાન ટેરિફ જારી રહેશે.
જિયો ટ્રૂ 5G સાથે – વિશ્વમાં આટલા વિશાળ સ્તરે અત્યાર સુધીના સૌથી ઝડપી 5G પ્રારંભ સાથે ભારત હવે 5Gમાં સમગ્ર વિશ્વમાં આગળ છે. ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85% જિયોના છે. ભારતના એકમાત્ર સ્ટેન્ડ-અલોન ટ્રુ 5G નેટવર્ક સાથે જિયો તેના ગ્રાહકોને કોઈપણ વધારાના ખર્ચ વિના તેના મહત્વના પ્લાન્સ પર ખરેખર અનલિમિટેડ 5G ડેટા સાથે શ્રેષ્ઠ 5G અનુભવ પૂરો પાડવાનું જારી રાખે છે.
આજે પણ ભારતમાં 250 મિલિયન ફીચર ફોન વપરાશકર્તાઓ 2G યુગમાં ફસાયેલા છે અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ છે. આ વપરાશકર્તાઓને ડિજિટલ લાઇફ સાથે સશક્ત બનાવવા માટે 4G-સક્ષમ જિયોભારત/જિયોફોન રજૂ કરવામાં આવ્યા હતા. જિયોભારત/જિયોફોન ગ્રાહકો માટે વર્તમાન ટેરિફ જારી રહેશે.
આ પ્રસંગે બોલતાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “5G અને એઆઇ ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા આ ઉદ્યોગની નવીનતાઓને આગળ લઈ જવા અને ટકાઉ વૃદ્ધિને આગળ ધપાવવાની દિશામાં નવા પ્લાન્સની રજૂઆત એક પગલું છે. સર્વવ્યાપક, ઉચ્ચ-ગુણવત્તાવાળું, સસ્તું ઈન્ટરનેટ એ ડિજિટલ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જિયો તેમાં યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે. જિયો હંમેશા આપણા દેશ અને ગ્રાહકોને પ્રથમ સ્થાને રાખશે અને ભારત માટે રોકાણ કરવાનું જારી રાખશે.”
ટેરિફ ટેબલ (પોપ્યૂલર પ્લાન્સ):
ઉપરોક્ત પ્લાન્સમાં અનલિમિટેડ 5જી ડેટા 2 જીબી પ્રતિ દિવસ અને તેથી ઉપરના તમામ પ્લાન્સમાં ઉપલબ્ધ થશે. નવા પ્લાન 3જી જુલાઇથી અસરમાં આવશે. જીયો એ લગભગ અઢી વર્ષ પછી તેના ટેરિફ વધાર્યા છે જે સરેરાશ વીસેટ ટકાની આસપાસ છે. આમ છતા વિશ્વમાં સહુથી સસ્તો ડેટા ભારતમાં ઉપલબ્ધ રહેવાનું જારી રહે છે. અન્ય મોબાઇલ ઓપરેટર્સ પણ નવા ટેરિફ ટૂંક સમયમાં જાહેર કરી શકે છે.
નવી સેવાઓ (એક વર્ષ માટે મફત)
જીયો સેફઃ ક્વોન્ટમ – કોલીંગ, મેસેજીંગ અને ફાઇલ ટ્રાન્સફર માટેની સુરક્ષિત એપ જે માસિક 199 રુપિયામાં લઇ શકાશે
જીયો ટ્રાન્સલેટઃ એઆઇ ચાલિત બહુભાષીય સંવાદ માટેની એપ જે વોઇસ કોલનું ભાષાંતર કરી શકશે, વોઇસ મેસેજ, ટેક્સટ અને ઇમેજમાંથી પણ ભાષાંતર કરી શકશે. આ એપ 99 રુપિયાના માસિક દરે ઉપલબ્ધ રહેશે.
જીયો ગ્રાહકો ઉપરોક્ત બેઉ એપ માસિક 298 રુપિયાના ખર્ચે લઇ શકશે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે