Gujarat assembly passes CCTV related Gujarat Public Safety Implementation Bill
March 30, 2022
Gandhinagar: State home minister Harsh Sanghavi today while moving the Gujarat Public Safety Implementation Bill in the State assembly said that the bill is introduced to legalize the need of CCTV camera installation and high-quality video footage at public places.
The bill proposes to make it mandatory to install CCTV cameras covering entry-exit gates and parking places that have movement of public. The bill also proposes to preserve the video footage captured by such cameras for at least 30 days. The bill was unanimously passed in the state assembly.
The bill fulfills 3 objectives that are preserving law and order, traffic surveillance and crime investigation through CCTV Camera based surveillance. A public safety committee will be appointed. It will include representatives of various departments. Special attention will be given to prevent the harassments by any institute. There is provision of a penalty of Rs 10 thousand for the first month and Rs 25 thousand per month after the first month for the institute that breaches the law. Plans are afoot for installation of 9000 CCTV camera at 2033 locations at 51 municipalities at a cost of Rs 400 crore under Vishwas Project Phase-2.
Official note:
રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આધારીત સર્વેલન્સથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ અસરકારક બનશે : ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી
જાહેર સ્થળો પર CCTV કેમેરાના ઇન્સ્ટોલેશન તેમજ ગુણવત્તાસભર વિડિયો ફુટેજની જરૂરિયાતને કાયદાકીય સ્વરૂપ આપવા ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક અત્યંત જરૂરી
નાગરિકોની અવર-જવર રહેતી હોય તેવા સ્થળોના પ્રવેશ-નિર્ગમન દ્વારો અને પાર્કિંગના વિસ્તારોને આવરી લે તે રીતે CCTV કેમેરા લગાવવા અને તેના વિડિયો ફુટેજ ૩૦ દિવસ સુધી સાચવી રાખવાના રહેશે
રાજ્ય સરકાર જાહેર અને ખાનગી ભાગીદારીથી રાજ્યની આંતરીક સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટે વચનબધ્ધ
સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન અને ગુના સંશોધનના ત્રિવિધ હેતુઓ પાર પાડવામાં આવે છે
આ કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરી પબ્લિક સેફ્ટી કમિટીની નિમણુંક કરાશે
કોઇ પણ સંસ્થાઓના માલિકો/મેનેજરોની ખોટી રીતે હેરાનગતિ/કનડગત ન થાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે
કાયદાનુ ઉલ્લંઘન કરનાર સંસ્થા વિરૂધ્ધ પ્રથમ માસ માટે રૂ. ૧૦હજાર અને ત્યાર પછીના દરેક માસ દીઠ રૂ. ૨૫ હજારના દંડની જોગવાઇ
વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રૂ.૪૦૦ કરોડના ખર્ચે ૫૧ નગરપાલિકાઓમાં ૨૦૩૩ લોકેશનો ઉપર ૯૦૦૦ કેમેરા લગાવવાનું આયોજન
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, જાહેર સુરક્ષા અને સલામતીની જાળવણી માટે ‘જન ભાગીદારી’ એ ખુબ જ અગત્યનું પાસુ છે ત્યારે જનભાગીદારી થકી રાજ્યને લોખંડી સુરક્ષા કવચ પુરૂ પાડવા માટે આ ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક અત્યંત અસરકારક સાબિત થશે. રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આધારીત સર્વેલન્સથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ અસરકારક બનશે. જાહેર સ્થળો પર CCTV કેમેરાના ઇન્સ્ટોલેશન તેમજ ગુણવત્તાસભર વિડિયો ફુટેજની જરૂરિયાતને કાયદાકીય સ્વરૂપ આપવા આ વિધેયક લવાયુ છે. જે અંતર્ગત નાગરિકોની અવર-જવર રહેતી હોય તેવા સ્થળોના પ્રવેશ-નિર્ગમન દ્વારો અને પાર્કિંગના વિસ્તારોને આવરી લે તે રીતે CCTV કેમેરા લગાવવા અને તેના વિડિયો ફુટેજ ૩૦ દિવસ સુધી સાચવી રાખવાના રહેશે.
વિધાનસભા ગૃહમાં આ વિધેયક લાવવાનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતા મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યુ કે, કોઇ પણ ગુનાની તપાસ દરમિયાન ગુન્હેગારો સુધી પહોંચવામાં પોલીસને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને યોગ્ય પુરાવાના અભાવે સક્ષમ ન્યાયાલયમાં ગુન્હાઓને સાબિત કરવામાં જે મુશ્કેલી ઉભી થાય છે તે નિવારવાનો અને ગુનો કરીને નાસી છૂટતા ગુનેગારોને શક્ય હોઇ તેટલા જલ્દી પકડી પાડવાનો તેમજ ગુનેગારોની ગુનાહિત પ્રવૃત્તિ કેમેરામાં કેદ થઇ રહેલ હોઇ, ફૂટેજના આધારે પકડાઇ જવાના ભયથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓને બનતી અટકાવવાના મુખ્ય હેતુ સાથે આ વિધેયક લાવવામાં આવ્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, ખાનગી સંસ્થાઓમાં સ્થાપિત કેમેરાના વિડિયો ફુટેજ પોલીસ અધિકારીઓને અપરાધિક બનાવોના તપાસ અનુસંધાને સોંપવા અંગેના કોઇ નિયમો અમલમાં ન હોવાથી, વિવિધ એકમો તરફથી લગાવવામાં આવેલ CCTV કેમેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિડિયો ફુટેજ મેળવવામાં મુશ્કેલી ઉભી થાય છે આથી, ગુન્હાઓની તપાસમાં ગુન્હેગારો સુધી પહોંચવામાં પોલીસને ખુબજ મુશ્કેલી પડે છે અથવા યોગ્ય પુરાવાના અભાવે સક્ષમ ન્યાયાલયમાં ગુન્હાઓને સાબિત કરવામાં મુશ્કેલી ઉભી થાય છે.
શ્રી સંઘવીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધરામાં આશા, અપેક્ષા, આકાંક્ષા, અરમાનો અને સ્વપ્નના બીજની રોપણી કરી હતી જેના થકી વિશ્વભરમાં ગુજરાત “ગુજરાત મોડેલ” તરીકે કોહીનૂરની જેમ ઝળહળી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી આનંદીબેન પટેલ, શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. કોઇપણ રાજ્યનો વિકાસ ત્યારે જ ઝડપી બને, જ્યારે રાજ્યમાં શાંતિ પ્રવર્તતી હોય. ગુજરાતની શાંતિ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા ટેકનોલોજીકલ ઉપકરણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાનના અસરકારક ઉપયોગથી જાહેર સુલેહ શાંતિ જાળવવામાં અથાગ પ્રયત્નો થકી જ્વલંત સફળતા મેળવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસ સાથે ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને ધંધાકીય પ્રવૃત્તિઓનું વિસ્તરણ સતત થઇ રહ્યું છે. જેના પરિણામે નાની-મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ બનવા પામે તે સ્વાભાવિક છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ખેલકૂદ સંકુલો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, લોકો એકત્રિત થતા હોય તેવા સભા સ્થળો અને આવી બીજી મોટી સંસ્થાઓમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોવાના કારણે આવા સ્થળો પર ગુન્હો બનવાની અને સુરક્ષા જોખમાવાની શક્યતાઓ રહેલી છે.
મંત્રીશ્રીએ ભારપુર્વક ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાહબરી હેઠળની અમારી ભાજપની સરકાર રાજકિયદ્રઢ ઇચ્છાશક્તિ સાથે જાહેર અને ખાનગી ભાગીદારીથી રાજ્યની આંતરીક સુરક્ષાને વધુ મજબુત બનાવવાના નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે આ વિધેયક રાજ્યની શાંતિ અને સલામતિને વધુ સુદ્રઢ બનાવવા મહત્વનુ બની રહેશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા જનતાની સલામતીને સુદ્રઢ કરવા માટેના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTV કેમેરાનો ઉપયોગ હીટ એન્ડ રનના કેસો શોધવા, અકસ્માત, તહેવાર / સરઘસ /મેળાના સમયે લોક સુરક્ષા માટે તેમજ જનરલ ટ્રાફિક નિયમન માટે કરવામાં આવે છે. આ ઉપરાંત અપહરણના કેસો કે ચોરી, લૂંટ જેવા ગુન્હા બાદની તપાસના કેસમાં, અકસ્માત અને મીસીંગ બાળકો જેવા તપાસના કેસમાં ઉપયોગ કરવામાં આવે છે. આમ, સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સની કામગીરીથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન તેમજ ગુના સંશોધનના ત્રિવિધ હેતુઓ પાર પાડવામાં આવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ કે, વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ – ૧ ના સફળ અમલીકરણ બાદ રાજય સરકાર ધ્વારા વિશ્વાસ ફેઝ – ર નો અમલ કરવા નિર્ણય કર્યો છે. જેમાં, ૫૧ નગરપાલિકાઓમાં કેમેરા લગાવવાનું આયોજન છે. વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ માં ૨૦૩૩ લોકેશનો ઉપર ૯૦૦૦ કેમેરા લગાવવાનું આયોજન છે. વિશ્વાસ ફેઝ-૨માં અગત્યના સ્થળો, ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટસ, આંતર-રાજ્ય સરહદના આવવા-જવાના દ્વાર તેમજ વડોદરા, સુરત અને રાજકોટ શહેરના કમિશ્નરેટ વિસ્તારને આવરી લેવાનું આયોજન છે. આ માટે રાજય સરકાર રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરનાર છે. વિશ્વાસ પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૯ માં Gold Award in Governance (Police & Public Safety Category), વર્ષ ૨૦૨૦ માં Digital Transformation કેટેગરીમાં India Police Award 2020 અને વર્ષ ૨૦૨૧ માં Safe City Award મળ્યા છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, વર્તમાનમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સલામતીના હેતુ માટે CCTV Camera લગાડવામાં આવે જ છે, પરંતુ, આ સિસ્ટમ અંગેના કોઇ ચોક્કસ ધારાધોરણ નિયત થયા નથી. જાહેર સુરક્ષા-સલામતીની જાળવણી માટે જન ભાગીદારી એ અગત્યનું પાસુ છે. આથી, જન ભાગીદારીથી નાગરિકોની સુરક્ષા સલામતી વધારવાના હેતુસર સીસીટીવી કેમેરા આધારીત સર્વેલન્સથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ અસરકારક રીતે શક્ય બનતી હોવાના કારણે જાહેર સ્થળો પર CCTV કેમેરાના ઇન્સ્ટોલેશન તેમજ ગુણવત્તાસભર વિડિયો ફુટેજની જરૂરિયાતને કાયદાકીય સ્વરૂપ આપવાના હેતુસર ગુજરાત જાહેર સલામતી(પગલાં) અમલીકરણ વિધેયક, ૨૦૨૨ અત્યંત અગત્યનુ બની રહેશે.
આ વિધેયકની મુખ્ય જોગવાઇઓની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ વિધેયક, ૨૦૨૨ અંતર્ગત સરકારના અધિસુચનામાં દર્શાવેલ સંખ્યાથી વધુ જનમેદની એકત્રિત થતી હોય અથવા દર્શાવેલ સંખ્યાથી વધુ માણસો મુલાકાત લેવાની સંભાવના હોય તેવા ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમો, દુકાનો, ધાર્મિક સ્થળો, મૉલ, શોપિંગ કોમ્પ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ્સ રમત-ગમત સંકુલો, ખાનગી માલિકીના વિસ્તારો પણ જ્યાં જાહેર નાગરિકોની અવર-જવર રહેતી હોય તેવા સ્થળોને આ વિધેયક લાગુ પાડવામાં આવનાર છે અને આવા સ્થળોના પ્રવેશ-નિર્ગમન દ્વારો અને પાર્કિંગના વિસ્તારોને આવરી લે તે રીતે CCTV કેમેરા સિસ્ટમ આ વિધેયકની જોગવાઇ મુજબ, લગાવવા અને તેના વિડિયો ફુટેજ ૩૦-દિવસ સુધી સાચવી રાખવાની જોગવાઇ કરવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ વિધેયકના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્ક્સ હોદ્દો ધરાવતા હોય એવા નિયત સંખ્યામાં અલગ અલગ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરીને, એક અથવા એકથી વધુ વિસ્તાર માટે પબ્લિક સેફ્ટી કમિટીની નિમણુંક કરવામાં આવશે. પબ્લિક સેફ્ટી કમિટી દ્વારા તે સમિતિને મદદ કરવા માટે તેના કાર્યક્ષેત્ર હેઠળ પેટા સમિતિઓની રચના કરી શકશે. પબ્લિક સેફ્ટી કમિટી દ્વારા ચકાસણી કરીને, કઇ સંસ્થામાં કેટલા માણસોની દૈનિક અવરજવર છે અથવા કેટલી જનમેદની એકત્રિત થાય છે તેની ચકાસણી કરીને, જાહેર સલામતી માટેના ક્યા ક્યા સાધનો લગાવવાની જરૂરિયાત રહેશે તે અંગે લેખિતમાં સબંધિત સંસ્થા/એકમોને જણાવવામાં આવશે. તે મુજબના જાહેર સલામતી માટેના સાધનો જે-તે સંસ્થા/એકમો ખાતે છ માસની અંદર સ્થાપિત થયેલ છે તે સુનિશ્ચિત કરવાની જોગવાઇ છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ સંસ્થાઓના માલિકો/મેનેજરોની ખોટી રીતે હેરાનગતિ/કનડગત ન થાય તે માટે સરકાર સંવેદનશીલ છે. સરકાર દ્વારા નિમાયેલ પબ્લિક સેફ્ટી કમિટી અથવા પબ્લિક સેફ્ટી સબ કમિટી દ્વારા અધિકૃત કરાયેલ કોઇપણ અધિકારી દિવસના યોગ્ય સમયે અને ઓછામાં ઓછા બે દિવસની નોટિસ આપ્યા બાદ પોતાના વિસ્તારની આવી કોઇપણ સંસ્થાના કોઇપણ પરિસરમાં નિરીક્ષણ માટે પ્રવેશી શકશે. નિરીક્ષણ દરમ્યાન જણાયેલ કોઇ ક્ષતિઓ બાબતે પબ્લિક સેફ્ટી કમિટી દ્વારા જે-તે સંસ્થાને લેખિતમાં સુચનાઓ આપી શકશે જેનું જે-તે સંસ્થા દ્વારા એક માસની અંદર પાલન કરવાનું રહે છે. પબ્લિક સેફ્ટી કમિટી દ્વારા આપવામાં આવેલ ક્ષતિઓ બાબતની સુચનાઓનું કોઇ સંસ્થા દ્વારા સમયમર્યાદામાં અમલીકરણ ન કરવામાં આવે તો તે સંસ્થા વિરૂધ્ધ પ્રથમ માસ માટે રૂ. ૧૦,૦૦૦ અને ત્યાર પછીના દરેક માસ દીઠ રૂ. ૨૫,૦૦૦ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, કોઇ વ્યક્તિ કે સંસ્થાને, પબ્લિક સેફ્ટી કમિટી દ્વારા આપવામાં આવેલ સુચનાઓ અથવા તો કરવામાં આવેલ દંડ બાબતે અસંતોષ હોય તો તે હુકમની તારીખથી ત્રીસ દિવસની અંદર સબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટને અપીલ કરી શકશે. જિલ્લા મેજીસ્ટ્રેટ,
Related Stories
CCTV cameras at public places, storage of 30-day footage to be required in Gujarat
ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રરનો ૧ ઓગસ્ટ-ર૦રરથી અમલ
7000 CCTV cameras installed in Gujarat under Phase-I of VISWAS ; 10,000 to be installed in Phase-II
Recent Stories
- Gujarat govt to form AI Task Force
- Khambhat police book 31 for attacking police personnel
- BJP wins Vav assembly by-election in Banaskantha
- Progress update of Vadodara - Dahod - MP Border section of Delhi-Mumbai Expressway
- Thaltej Gam Metro Station ready; likely to open in December 2024
- Over 5 lakh tourists visit Rani ki Vav in Gujarat in two years
- Vav Assembly seat by-election 2024 live results