વડાપ્રધાને ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને ટીમને શત પ્રતિશત સશક્તિકરણના પ્રયાસો બદલ અભિનંદન આપ્યા
June 10, 2022
નવસારીઃ નવસારી જિલ્લાના ખુડવેલ ગામે કુલ રૂપિયા 3,000 કરોડનાં વિવિધ કામોના લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે આઠ વર્ષ પહેલાં પોતે મુખ્યપ્રધાન હતા ત્યારે શરૂ કરેલી વિકાસયાત્રાને હાલની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મજબૂતીથી આગળ વધારી રહી છે તે બદલ વડાપ્રધાને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, હું મુખ્યપ્રધાન હતો ત્યારે આદિવાસી ક્ષેત્રમાં આટલા વિશાળ પાયે લોકભાગીદારીનું આયોજન થતું નહોતું એ કામ ભૂપેન્દ્રભાઈ તથા સી.આર. પાટીલની ટીમે કરી બતાવ્યું છે તેનો વિશેષ આનંદ છે અને ગૌરવ પણ છે.
આજે જેનું લોકાર્પણ થયું છે તે એસ્ટોલ ક્ષેત્રીય જળ વિતરણ યોજના અંગે વડાપ્રધાન કહ્યું હતું કે આ એવી યોજના છે જેના દ્વારા 200 માળ જેટલી ઊંચી ઇમારત સુધી પાણી ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાંથી અંતરિયાળ વિસ્તારોમાં 100-200-500 ઘરનાં ગામોમાં પણ નળથી પાણી પહોંચાડવામાં આવે છે. વડાપ્રધાન કહ્યું કે, જંગલો અને પર્વતોમાં રહેતો આદિવાસી સમાજ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે એ અમારું લક્ષ્ય છે. તેમણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને આ યોજના તેમજ ઢાંકીની યોજનાનો અભ્યાસ કરવા હાકલ કરી હતી.
વિપક્ષ ઉપર કટાક કરતા તેમણે કહ્યું કે, એક સમયે ગુજરાતના મુખ્યપ્રધાન આ જ વિસ્તારના હતા પરંતુ તેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહોતી. એક હેન્ડપંપ લગાવ્યો હતો તે પણ એકાદ વર્ષમાં નિષ્ફળ ગયો હતો. પરંતુ 2001માં હું જ્યારે મુખ્યપ્રધાન થયો ત્યારે એ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના ગામમાં પાણીની પહેલી ટાંકી બનાવી હતી.
વડાપ્રધાન જણાવ્યું કે, આજે જે યોજનાઓનું ખાતમૂહુર્ત થયું છે તેનાથી દક્ષિણ ગુજરાતના 14 લાખ લોકોને લાભ થશે.
વડાપ્રધાને જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોનાં બાળકો તેજસ્વી હોવા છતાં અગાઉ તેમના માટે વિજ્ઞાનની કોઈ શાળા પણ ઉપલબ્ધ નહોતી. અમારી સરકારે પહેલી વિજ્ઞાનની સ્કૂલ બનાવી ત્યારબાદ આ ક્ષેત્રનાં બાળકો માટે મેડિકલ-એન્જિનિયરિંગનો અભ્યાસ વધુ સરળ બન્યો. આજે આ વિસ્તારોમાં મેડિકલ કૉલેજો ખૂલી રહી છે, આધુનિક હોસ્પિટલો ખૂલી રહી છે. આ તમામ બાબતોથી વિકાસ તો થશે, સાથે મોટેપાયે રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.
વડાપ્રધાને કહ્યું હતું કે, મુખ્યપ્રધાન તરીકે મેં શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજના આજે વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે અને તેનું કદ રૂપિયા 14,000 કરોડનું થયું છે તે આનંદની વાત છે અને એ માટે ગુજરાત સરકાર અભિનંદનની અધિકારી છે.
– વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીના ખૂડવેલ ગામેથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૩૦પ૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યા હતા.
– આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો-લોકો ઉપસ્થિત રહ્યા હતા
– વડાપ્રધાનશ્રીના હસ્તે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના સહિત પાણી પુરવઠા યોજનાના રૂ. રર૫૯.૮૨ કરોડના કામોનાલોકાર્પણ-ખાતમૂહૂર્ત-ભૂમિપૂજન તેમજ નવસારી ખાતે રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ખાતમૂહર્તની ભેટ સહિત માર્ગ-મકાન વિભાગ, ઊર્જા વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જનહિત વિકાસ કામોની પણ ભેટ પણ ગુજરાતને મળી છે.
– ગુજરાતનું ગૌરવ પાછલા બે દશકમાં સૌના સાથ, સૌના વિકાસના પરિણામે ઉભી થયેલી નવી આકાંક્ષા-અપેક્ષાઓથી વધ્યું છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગુજરાત સરકાર ઇમાનદારીથી આગળ વધારી રહી છે તે માટે વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા
– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાનો ધ્યેય પાર પાડ્યો છે.
– મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની ડબલ એન્જીનની સરકારનો લાભ ગુજરાતને મળ્યો છે. શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં સરકારના પ્રયાસોના નક્કર અને વાસ્તવિક પરિણામો પાછલા ૮ વર્ષમાં ગુજરાત સહિત દેશની જનતાએ જોયા છે. આ ૮ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ ઘરોને નળ જોડાણ, ર૧ લાખ એકરમાં લિફટ ઇરીગેશન, પાઇપલાઇન તથા સિંચાઇના કામો, ૩.૩૦ લાખ આદિજાતિ લાભાર્થીઓને ઘર વપરાશના વીજજોડાણ આપવામાં આવ્યા છે.
– તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રાકૃતિક ક્ષેત્રે જે ગૌરવ મેળવ્યું છે તેને વધુ ઉંચાઇએ લઇ જવું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારીના બહુવિધ વિકાસ કાર્યો ગુજરાતની આત્મનિર્ભરતાને નવી દીશા આપશે.
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર