ગુજરાતમાં ગરબા રમવા ઉપર કોઈ જીએસટી નથી; આવા કાર્યક્રમો પર કોઈ નવો જીએસટી લદાયો નથી
August 04, 2022
ગાંધીનગરઃ એક સ્થાનિક ગુજરાતી દૈનિક દ્વારા “ગરબા રમવા ઉપર નવો જીએસટી લાદવામાં આવ્યો છે” એવા મતલબના ગેરમાર્ગે દોરનારા હેડિંગ અને તેને પગલે રાજ્યમાં વિપક્ષો દ્વારા કરવામાં આવી રહેલી આક્ષેપબાજી બાદ આ મામલે ખરી હકિકતોની તપાસ કરતા નીચે મુજબની વિગતો અધિકૃત રીતે ઉપલબ્ધ થઇ છે:
- ગરબા અથવા તેના જેવા કાર્યક્રમો ઉપરના જીએસટીમાં તાજેતરમાં કોઈ ફેરફાર કરાયો નથી. કોઈ નવો જીએસટી લાદવામાં આવ્યો નથી.
- જીએસટી અમલમાં આવ્યો તે પહેલાં આવા કાર્યક્રમોમાં પ્રવેશ ફી જો વ્યક્તિદીઠ રૂ. 500 કરતાં વધુ હોય તો 15 ટકા લેખે સર્વિસ ટેક્સની જોગવાઈ લાગુ હતી. તે ઉપરાંત આવા કાર્યક્રમોમાં આયોજન માટે વપરાતા સામાન ઉપર વેટ લાગુ પડતો હતો.
- ગરબા અથવા તેના જેવા કાર્યક્રમોમાં પ્રવેશ માટેનો દર પ્રતિ વ્યક્તિ રૂ. 500 કરતાં વધુ હોય તો 18 ટકા લેખે જીએસટી ચૂકવવાપાત્ર છે અને એ માટેની જોગવાઈ 1 જાન્યુઆરી, 2018થી અમલમાં છે. ત્યારથી આ સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. (નોટિફિકેશન નં. 12/2017-સીટી (આર) તારીખ 28.06.2017, એસઆઈ નં. 81).
- આમ જીએસટી હેઠળનો દર જીએસટી લાગુ થયા પહેલાં જે હતો એ જ છે. જીએસટી લાગુ થયો તે પહેલાં જે કોઈ સેવાઓ ઉપર 15 ટકા લેખે સર્વિસ ટેક્સ લાગતો હતો તેમને જીએસટી આવતા 18 ટકાના સ્લેબમાં મૂકવામાં આવી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય