ઈન્દિરા ગાંધીની પ્રતિમા રાજસ્થાનમાં ખંડિત કરાઈ, પણ એક અખબારે ઘટના ગુજરાતની બતાવી!

જયપુરઃ  રાજસ્થાનના કાજડા ગામે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની પ્રતિમાને કોઈ તોફાનીઓએ ખંડિત કરી નાખી હતી, પરંતુ એક મીડિયા જૂથના હિન્દી અખબારે એ ઘટના ગુજરાતની હોવાનું જણાવ્યું હતું. જોકે, હિન્દી અખબારે આવી માહિતી ટ્વિટ કર્યાના થોડા જ કલાકમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી દીધી હતી કે, એ ઘટના રાજસ્થાનની છે, ગુજરાતની નહીં.

અન્ય ઘણા મીડિયાએ આ ઘટનાની સાચી રીતે નોંધ લઇને માહિતી આપી હતી કે, ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડનાર મુકેશ ગુર્જર નામના યુવકને રાજસ્થાન પોલીસે પકડી લીધો હતો.

હિન્દી અખબારે તેના ટ્વિટમાં લખ્યું હતું કે, ગુજરાતના કાજડા ગામમાં એક યુવકે પહેલા સોશિયલ મીડિયા પર ચેલેન્જ આપી અને પછી ગામના પાર્કમાં લાગેલી ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખી.

અંકુર સિંહ નામના અન્ય એક યુઝરે લખ્યું, આ હિટ જૉબ છે. કાજડા ગામ રાજસ્થાનના ઝુનઝુનુમાં છે, પરંતુ અખબાર દ્વારા ગુજરાતને જવાબદાર ઠેરવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

જોકે, બાકીના તમામ મીડિયા જૂથની વેબસાઈટ ઉપર આ ઘટનાની સાચી માહિતી આપવામાં આવી હતી. બધાએ ઘટના રાજસ્થાનના ઝુનઝુનુના કાજડાની હોવાનું જણાવ્યું.

અહેવાલોમાં જણાવ્યા મુજબ મુકેશ ગુર્જર ટ્રક ડ્રાઇવર છે. તેણે વૉટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે પોતે ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખશે અને સાથે તેણે એવી પણ ધમકી ઉચ્ચારી હતી કે, તેના આ કાર્યની ટીકા કરનાર કે વિરોધ કરનારને એ જોઈ લેશે.

 

દેશ ગુજરાત

તાજેતર ના લેખો