ભારત અવકાશ ક્ષેત્રમાં વિશાળ સામ્રાજ્ય ઊભું કરી રહ્યું છે
October 13, 2022
નવી દિલ્હીઃ અવકાશ ક્ષેત્રમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. માત્ર 23 વર્ષના એન્જિનિયર અનિરુદ્ધ શર્મા દ્વારા સ્થાપિત કંપની દિગંતર દ્વારા અવકાશની ઋતુ આધારિત અવકાશની ઋતુ વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટેનો સૌપ્રથમ સેટેલાઇટ ગત જૂન મહિનામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહની ટેકનોલોજીને અનિરુદ્ધ શર્મા અવકાશ માટેના ગૂગલ મૅપ તરીકે ઓળખાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં તેમના મન કી બાત કાર્યક્રમમાં દિગંતરની સફળતાનો ઉલ્લેખ ભારતની સૌથી આધુનિક અવકાશ ટેકનોલોજી તરીકે કર્યો હતો.
દિગંતર એ ભારતની સૌપ્રથમ ખાનગી કંપની છે જે 40 ઉપગ્રહ અવકાશમાં મોકલવા સજ્જ છે. આ ઉપગ્રહો અવકાશમાં નકામા થઈ ગયેલા અને બંદૂકની ગોળી કરતાં 15 ગણી વધારે ઝડપથી અવકાશમાં ઘૂમી રહેલા જૂના ઉપગ્રહોના કચરાને નષ્ટ કરવાનું કામ કરશે. એક અંદાજ મુજબ અવકાશી કચરા ઉપર દેખરેખ રાખવાનું બજાર આ વર્ષે 2.9 અબજ ડૉલરને આંબી જશે.
ભારતમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) 1969થી કાર્યરત છે, પરંતુ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના દ્વારા ખોલી નાખ્યા હતા. તે સમયે એક સરકારી અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ નિર્ણયને કારણે ભારતમાં પણ હવે સ્પેસએક્સ જેવાં સાહસ માટેની તક ઊભી થશે.
અનિરુદ્ધ શર્માના જણાવ્યા મુજબ ભારતીય ખાનગી અવકાશ કંપનીઓ ઇલોન મસ્ક દ્વારા સ્થાપિત સ્પેસએક્સ કરતાં વધારે ઝડપથી આગળ વધી રહી છે. અન્ય દેશોએ ભારતની આ ક્ષમતાને ઓળખી લીધી છે અને તેઓ જાણે છે કે અવકાશ ક્ષેત્રમાં ભારતની અગ્રીમ ભૂમિકા રહેશે.
ઇકોનોમિક સરવે ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર 2012થી અત્યાર સુધીમાં 100 કરતાં વધુ સ્પેસ સ્ટાર્ટઅપ શરૂ થયા છે. જોકે તેમાંની ઘણી કંપનીઓ હજુ ઈસરો અને સરકાર તરફથી મંજૂરી મળવાની રાહ જોઈ રહી છે ત્યારે જે બે ખાનગી કંપનીઓને મંજૂરી મળીલ છે તેમાં દિગંતરનો સમાવેશ થાય છે. જે બીજી કંપનીને માન્યતા મળી છે તે છે ધ્રુવ સ્પેસ.
અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોની સરખામણીમાં ભારતનું હાલનું અવકાશ કાર્યક્રમનું બજેટ ઘણું ઓછું છે, પરંતુ ઈન્ડિયન સ્પેસ એસોસિયેનશન એન્ડ અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે કે 2025 સુધીમાં ભારતનું અવકાશ અર્થતંત્ર વધીને 13 અબજ ડૉલરનું થઈ જશે, જે હાલ 1.7 અબજ ડૉલર છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે