કથામાં ઉમડેલી ભીડને આપ અને સમર્થક મિડિયાએ આપની સભામાં ઉમડેલી મેદની ગણાવી દીધી

જૂનાગઢઃ  આમ આદમી પાર્ટીના સમર્થનમાં કેટલાક ચોક્કસ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠાણાનો સોશિયલ મીડિયાએ પર્દાફાશ કર્યો હતો.

ગુજરાતમાં કેજરીવાલના પક્ષના ચૂંટણી ઈન્ચાર્જ તરીકે નિમાયેલા રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વિશાળ મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોનું પોતે અભિવાદન ઝીલી રહ્યા હોય એવું દેખાય છે. આ વીડિયો પોતાની ચૂંટણી સભાનો હોવાના દાવા સાથે ચઢ્ઢાએ ટ્વિટ કર્યો અને કેટલીક સમાચાર ચૅનલોએ એ વિશે કશી ખાતરી કર્યા વિના ફેલાવવાનું શરૂ કરી દીધું હતું.

જોકે ચઢ્ઢા તેમજ મીડિયાના આ ખોટા દાવાને સોશિયલ મીડિયાએ તત્કાળ પકડી પાડ્યો હતો અને વીડિયોની હકીકત જાહેર કરી દીધી હતી. ગીર સોમનાથના સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના દાવાને ખોટો ગણાવતા લખ્યું કે, આ તો મંડપના આ દૃશ્યો તો કથાકાર મહાદેવ પ્રસાદની કથાના સ્થળના છે.

આશ્ચર્યની વાત એ છે કે, ચઢ્ઢાએ આ વીડિયો ટ્વિટ કર્યો તેને સાચો માની લઇને અમુક ચોક્કસ મીડિયા હાઉસ તેમજ અમુક ચોક્કસ પત્રકારો દ્વારા તેનો પોતપોતાના હેન્ડલ ઉપર ફેલાવો કરવામાં આવ્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો