રાજ્યના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓના ૭,૭૧,૫૪૪ શ્રમયોગીઓને ૯૫૬.૪૧ કરોડ બોનસ ચૂકવાયું

ગાંધીનગરઃ    શ્રમ આયુક્ત કચેરી, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે શ્રમ આયુક્તની કચેરી, ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયત્નો કરવામાં આવી હીત જેના પરિણામે રાજ્યના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યના ૭ લાખ ૭૧ હજાર ૫૪૪ શ્રમયોગીઓને રૂ. ૯૫૬ કરોડ ૪૧ લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચૂકવણી કરવામાં આવી છે.

ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચુકવણી કરવાની પ્રકિયા હજુ પણ ચાલી રહેલી છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો