મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય માટે ₹2,646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે
October 21, 2022
— સાયન્સ સિટી ખાતેથી 17 હજાર વિકાસકાર્યો રાજ્યની જનતાને સમર્પિત કરવામાં આવશે
— 20 વર્ષના ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે રાજ્યના નાગરિકોને એક મોટી ભેટ તરીકે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર ₹ 2,646 કરોડનો ખર્ચો કરશે. આ વિશેષ કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ફરી એક વખત વિકાસકાર્યો લઇને લોકો સમક્ષ પ્રસ્તુત થશે.
આ વિકાસકાર્યો પૈકી લગભગ 13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ જ ક્રમમાં અમુક અન્ય જિલ્લા જેમ કે ભરૂચ, ડાંગ, મહિસાગર અને આણંદની વાત કરીએ તો આ જિલ્લાઓમાં અનુક્રમે 1600થી વધુ, 600થી વધુ, 500થી વધુ અને 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને એ જ ક્રમમાં 180,160થી વધુ, લગભગ 400 અને 100થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે