1979ની મોરબી મચ્છુ ડેમ હોનારત વખતે નરેન્દ્ર મોદીએ પોતે રાહત-બચાવ કામગીરી કરી હતી
November 01, 2022
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છે અને આજે પીડિતોને મળવા ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ ચાર દાયકા પહેલાં પણ આવી દુર્ઘટનાઓથી વ્યથિત થઈ જતા અને સ્વયંસેવકને નાતે જાતે સેવાકાર્યમાં પહોંચી જતા.
એક જૂનો અખબારી અહેવાલ આજે વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, આફતગ્રસ્ત મોરબીની વહારે આરએસએસના કાર્યકરો પહોંચ્યા.
1979માં મચ્છુ ડેમ તૂટવાથી આખું મોરબી લગભગ ખેદાનમેદાન થઈ ગયું હતું. તે સમયે બીજા કોઈ લોકો બહારથી મદદ માટે પહોંચે તે પહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો પહોંચી ગયા હતા. સંઘના આ કાર્યકરોને લઈ જનાર હતા નરેન્દ્રભાઈ મોદી જેઓ તે સમયે ગુજરાતમાં સંઘના સંગઠક તરીકે કામગીરી કરતા હતા.
અખબારે નરેન્દ્રભાઈ મોદીને ત્યારે (1979માં) એમ કહેતા ટાંક્યા હતા કે, મોરબી ઉપર આફત ઉતરી હોવાના સમાચાર મળતાં જ તા. 12મી ઓગસ્ટે આરએસએસની પ્રથમ ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને રસ્તા પર રઝળતા 30 જેટલા મૃતદેહને એકત્ર કરી અંતિમક્રિયા કરી હતી. આ સ્વયંસેવકો પાણીમાં ફસાયેલા મોરબીવાસીઓને તેમની જરૂરિયાતો વિશે પૂછપરછ કરીને પરત આવ્યા હતા અને પછી તરત જ બધી વ્યવસ્થા કરીને પરત ગયા હતા અને સંઘના સેંકડો કાર્યકરોએ રાત-દિવસ ફરજ બજાવીને મોરબીવાસીઓને મદદ કરી હતી.
અખબારે નરેન્દ્રભાઈને એમ કહેતા પણ ટાંક્યા છે કે, મોરબીની પ્રથમ મુલાકાતથી જ અમને પરિસ્થિતિની ભયાનકતાનો ખ્યાલ આવી ગયો હતો અને સંઘના સહકાર્યવાહકના નેતૃત્વ હેઠળ સેંકડો કાર્યકરો કામે લાગ્યા હતા. સૌપ્રથમ અમે મૃતદેહોને ખસેડવાનું કામ હેન્ડગ્લોવ્ઝ પહેરીને શરૂ કર્યું હતું. મૃતદેહો એવા તો દુર્ગંધ મારતા હતા કે પોલીસ પરિવારના 27 મૃતદેહ પોલીસો ઉઠાવવા તૈયાર નહોતા પરંતુ અમારી સંઘસેનાએ આ અત્યંત કપરું કામ ઉપાડી લીધું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ ત્યારે અખબારને કહ્યું હતું કે, અમારા સ્વયંસેવકો દરરોજ 30થી 40 મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા હતા. એ કામ પૂરું થયા પછી સંઘના સ્વયંસેવકોએ સફાઈનું કામ ઉપાડ્યું હતું. ગામમાં દરેકે દરેક મોહલ્લામાં ફરી ફરીને સંઘના કાર્યકરોએ ત્યારે નરેન્દ્રભાઈ તથા અન્ય સ્વયંસેવકોની આગેવાની હેઠળ સફાઈ કામગીરી પણ કરી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે