ગુજરાતને મેડિકલની વધુ ૧૫૦ સીટ મળી, EWS કેટેગરીના વિદ્યાર્થીઓને ડૉકટર બનવાનો અવસર
November 03, 2022
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત બે પી.પી.પી. કોલેજ શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી અને કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ, ભરૂચ તથા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ આ ત્રણેય કોલેજમાં ૫૦-૫૦ સીટ એમ કુલ મળીને ૧૫૦ સીટ ઇ.ડબલ્યુ.એસ. ક્વોટાની ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના નેશનલ મેડિકલ કમીશન દ્વારા મંજુરી આપવામાં આવી છે.
કુલ ૧૫૦ સીટ વધવાથી રાજ્યના ઇ.ડબલ્યુ.એસ. કેટેગરીના ૧૫૦ વિધાર્થીઓને ડૉકટર બનવાનો અવસર મળશે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કોલેજ ઉપરાંત પી.પી.પી. મેડિકલ કોલેજ અને મ્યુનીસીપાલટી સંચાલિત કોલેજમાં આ બન્ને કેટેગરીની કોલેજમાં પણ ઇ.ડબલ્યુ.એસ. લાગુ કરવા ભારત સરકારને વિનંતી કરી હતી. જેને ધ્યાને રાખીને કેન્દ્રના આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાજીએ આ અંગે મંજુરી આપતા આ ત્રણેય કોલેજમાં ૫૦-૫૦ સીટોનો વધારો થયેલ છે. આ હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ૫૦-૫૦ સીટનો ઉમેરો થતાં આ વર્ષથી સીટો લાગુ પડશે અને રાજયના ૧૫૦ ઇ.ડબલ્યુ.એસ. વિધાર્થીઓને ડૉકટર બનવાનો અવસર મળશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે