ભાજપને આંખો મીચીને મત આપોઃ વાયરલ વિડિયોમાં નૌતમ સ્વામીએ કરી ખાસ અપીલ
November 07, 2022
નડિયાદઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ હિંદુઓને આંખ બંધ કરીને ભાજપ માટે મત આપવાની ખાસ અપીલ કરી છે. એક વક્તવ્ય દરમિયાન કરેલી આ અપીલનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે.
Just consider Hindutva, Vote blindly for BJP : Nautam Swami makes appeal to Hindus for Gujarat polls https://t.co/iX1mqir2bd pic.twitter.com/edh2o3Yf46
— DeshGujarat (@DeshGujarat) November 7, 2022
નૌતમ સ્વામીએ તેમના વક્તવ્યમાં કહ્યું ઃ હિંદુઓ આજે ગર્વથી મસ્તક ઉંચુ રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન, કોઇ હેરીડીટરીમાં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય, પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય, શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્દી એ હિંદુઓની શતાબ્દી છે એટલે યાદ રાખીને જેટલા હિંદુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો. નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું. રસ્તો બન્યો ન મળ્યો, લાઇટ ગઇ આવી એમાં ન પડવું. પડવું તો એ માત્ર હિંદુત્વના માર્ગે પડવું. આવી ખાસ તમને અપીલ કરું છું.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે