૧૦૮ સેવાનો રિસ્પોન્સ ટાઇમ શહેરી વિસ્તારમાં ૧૧, ગ્રામીણમાં ૨૦ મિનિટ
March 04, 2023
ગાંધીનગર: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પથરાયેલા ૮૦૦ થી વધું ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો છે.આજે ૧૦૮ એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે.
આજે ગાંધીનગર ખાતે ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી, સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા ૧૦૮ ની એમબ્યુલન્સને જ યાદ કરે છે.
૧૦૮ એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથે ના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું