કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરની ગુ જરાતના નર્મદા જિલ્લાની મુલાકાતનો પ્રથમ દિવસ
May 26, 2023
રાજપીપલા: કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર આજથી બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે સવારે આગમન થતા તેઓશ્રીનું ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબે, ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ સહિત જીલ્લા વહીવટી તંત્રના અન્ય આધિકારીશ્રીઓએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પ્રવાસમાં વિદેશમંત્રીશ્રી ડો.એસ જયશંકરે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે પહોંચી સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કર્યું હતું. સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીની સાથે છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ગામના સરપંચશ્રી ગૌરાંગભાઈ તડવી સહિત જિલ્લાના અન્ય અગ્રણી-આગેવાનો તેમજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એશ.એસ. પાંડે, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામીણ વિસ્તારના પ્રવાસમાં વિદેશ મંત્રીશ્રી ડો. એસ જયશંકરે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત બે આંગણવાડી નું ભૂમિ પૂજન કર્યું હતું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા જિલ્લા નાગરાણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ ગામના સરપંચ શ્રી અગ્રણી આગેવાનો તેમજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવા થી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ પ્રાંત અધિકારી શ્રી અને આયોજન અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોને સંબોધતા વિદેશ મંત્રી શ્રી જણાવ્યું હતું કે, હું 4 વર્ષથી ગુજરાતના રાજ્યસભાનો સાંસદ છું. મને નર્મદા જિલ્લા સાથે જોડાવામાં આવ્યો છે અને તેથીજ આપણી વચ્ચે નજીકનો નાતો બંધાયો છે. આ ક્ષેત્રમાં તમારો અને મારો રુચિ ભાવ કેળવાય તેવા આશય સાથે નાગરિકોની ચિંતા થતા આ વિસ્તારમાં વિકાસ કાર્યો કરવાની તક મને સાંપડી છે. તેથી જ સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત આ વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ સુધરે અને વિસ્તારની પ્રગતિ કરી શકાય તે માટે મેં નર્મદા જિલ્લાના ચોક્કસ ગામો દત્તક લીધા છે. જેના ભાગરૂપે આજે વ્યાધર ગામે બે સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલ્લું મુકાયું છે જેથી ગામલોકોને ઘર આંગણેજ આરોગ્યની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થાય.સાથે બાળકોમાં કુપોષણને દૂર કરવા માટેની યોજના મારફત તેમને પોષણક્ષમ આહાર મળી રહે અને હાલમાં ચાલી રહેલા આઝાદીના અમૃત કાળમાં દેશ વિકસિત બને તેવો હેતુ આ યોજનાનો રહેલો છે. આ વિસ્તારમાં બાળકો માટેની યોજનાઓ થકી અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે,આજે આદર્શ ગ્રામ યોજના હેઠળ આ કામ કરી રહ્યા છીએ તેનાથી મને પણ ગૌરવ થાય છે. આવા કાર્યો થકી તમારો અને અમારો નાતો વધુ મજબૂત બની શકે, ગામમાં ચાલતા વિવિધ કામોનું હું પણ સતત મોનિટરિંગ કરી રહ્યો છું. અગાઉ પણ હું આ ગામોની મુલાકાત કરી હતી અને ભવિષ્યમાં પણ આ’તો રહીશ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વિદેશમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્ર ભાઈ મોદી સૌની દેખભાળ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.હું પણ મારા પુરા પ્રયાસો કરતો રહીશ. મને આશા છે કે લોકો માટે હું કંઈક કરી શકું છું અને મને વિશ્વાસ છે કે આગળ પણ હું આપના માટે કંઈક કરી શકું.શાળાના બાળકો માટે સ્માર્ટ ક્લાસ બને અને પાંચ જગ્યાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બને, યુવાનો માટે ફિટનેસ એક્ટિવિટી તથા રોજગારીના વિકલ્પો ખૂલે, લોકોની જિંદગીમાં બદલાવ આવે તેવા કાર્યો કરીશે.કુપોષણને દૂર કરવા બાળકોને ઉત્તમ આહાર મળે સાથે સારું શિક્ષણ પ્રાપ્ત થાય તો જ પ્રધાનમંત્ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમૃતકાળ સમયે સેવેલું ગ્રામીણ ક્ષેત્રના વિકાસનું સ્વપ્ન સાકાર કરી શકાશે. ગામડાને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેવું ચોક્કસ વિઝન અને મિશન છે. જેમાં રોડ-રસ્તા-વીજળી-પાણી-સૌના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં કાર્ય કરી દેશને વિતકાસના શિખરો સુધી લઈ જઈ શકાશે. વદાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષમાં ખૂબ સારું પરિવર્તન અને પરિણામો આપ્યા છે. વિદેશમાં અને વિશ્વ કક્ષાએ પણ ભારતની નામના ગૌરવ સાથે વિદેશી લોકો લઈ રહ્યા છે. દુનિયાની નજર હવે ભારત પર મંડાયેલી છે. વિદેશ મંત્રીના નાતે હું પ્રધાનમંત્રીશ્રીના હાથ મજબૂત કરવા તેમને સહયોગ કરું છું. બુંદ બુંદ સે સમુદ્ર બનતા હૈ તેમ ભારતમાં ગ્રાઉન્ડ લેવલે પરિવર્તન આવે જેથી દેશ વિકાસના ઉન્નત શિખરો સર કરે તેવી મારી પ્રતિબદ્ધતા છે તેમ પણ વિદેશ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વિદેશ મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા ગ્રામીણ લોકોની સુખાકારી માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્વલા યોજના, આવાસ યોજના, લોકોને ઘરનું ઘર આપ્યું છે. પાછલા નવ વર્ષમાં કેન્દ્રની સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પરિવર્તન આણ્યું છે. દરેક ક્ષેત્રમાં વિકાસ સાથે પ્રગતિ કરી છે. કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, હેલ્થ કાર્ડ જેવી અલગ અલગ યોજનાઓ થકી અલગ પ્રકારના વિકાસ કાર્યો અને જનસુખાકારીના કાર્યો સાથે પ્રજા કલ્યાણની યોજનાઓ જમીનની હકીકત પર ઉતારીને લોકોનું કલ્યાણ કરે છે.
વિદેશમંત્રીશ્રી ડૉ. એસ. જયશંકારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેના આમદલા ગામે એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ બાળકોને આપવામાં આવતા નાસ્તો અને બાળકોને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં આયુષ્યમાન ભારત હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આત્મકાર્ડના લાભાર્થીને કાર્ડ વિતરણ કર્યું હતું. સાથે સાથે ગ્રામજનો સાથે સીધો વાર્તાલાપ કરીને ગામમાં ખૂટતી કડીઓ અંગે માહિતી મેળવી હતી. મહિલાઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો. વ્યાધર ગામમાં કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓ સાથે તસવીર ખેંચાવી હળવાશની પળોમાં બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો.
તાજેતર ના લેખો
- ખાદ્યપદાર્થો રેપિંગ અથવા પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ તાત્કાલિક બંધ:FSSAI
- નર્મદા પુરના કારણે અસરગ્રસ્ત ગામોના વેપારીઓ માટે રાહત સહાય યોજના જાહેર
- ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર ૨૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય
- નર્મદા પુર: ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ જાહેર
- ખેડા-મહીસાગરના ગામોમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય: રૂ. ૭૯૪.૪૦ કરોડની વહીવટી મંજૂરી
- ૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૫૨ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા
- 'વિરોધીઓ દ્વારા આપત્તિને માનવસર્જિત કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે'