રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં શુભારંભ
March 06, 2024
અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા હતા.
જેમાં રોટરી કલ્બ કાંકરીયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રૂ. 48 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંક, અંદાજીત રૂ. 6.25 કરોડનું ૧૨૮ સ્લાઇસનુ GE સી.ટી. સ્કેન મશીન , બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. ખાતે અંદાજીત રૂ.૨.૬૦ લાખની કિંમતથી તૈયાર કરાયેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર (Facilitation centre), Astra Foundation દ્વારા અંદાજીત રૂ. ૫.૫૦ લાખ અને કેનેરા બેંક તરફથી રૂ.૫.૭૦ લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો આજે મંત્રીના હસ્તે શુભારંભ થયો હતો.
તદુપરાંત રોટરી ક્લબ કાંકરીયા દ્વારા ૧૨૦૦ બેડ હોસ્પિટલની સામે બાળ ઉધાનના ડેવલોપમેન્ટ કરવા માટે રૂ. ૧૨ લાખનો ચેક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવ્યો હતો.
આ સેવાઓના શુભારંભ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી , એડિશન સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, તમામ વિભાગના વડા, મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યની સૌથી મોટી સ્કીન બેંકની વિશેષતા:-
સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી તૈયાર કરાઇ છે. આ સ્કીન બેંક અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા અંદાજીત રૂ. ૪૮ લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવેલ છે અને આ સ્કીન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ ધ્વારા ચલાવવામાં આવશે.
વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલ હોય જેમકે દાઝી ગયેલ, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલ હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે.
મૃત્યુના ૬ કલાકની અંદર ચામડી લેવામાં આવે છે. સ્કીન બેંકમાં રહેલી(ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો ૫ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.
સિવિલ હોસ્પિટલ માં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે ૪૦૦ થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એકસીડન્ટના દર્દીઓ કે જેમને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા ૨૦૦ થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. આ સ્કીન બેંક આવા દર્દીઓની સારવારમાં ખુબ જ મદદરૂપ બની રહેશે.
CT Scanner 128 Slice machine ની વિશેષતા :-
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના જી-૨ ખાતે ગુજરાત સરકાર દ્વારા રૂ.૬.૨૫ કરોડનું ૧(એક) GE CT Scanners 128 Slice No of Acquisition Channels 64 with spatial resolution મશીન કાર્યરત થયું છે. આજ રીતે રાજ્યની કુલ ૯ સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા એક-એક CT Scanners 128 Slice મશીન મળ્યું છે. આ મશીનથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આવતાં દર્દીઓને ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ મળી રહેશે અને સીટી સ્કેન કરાવવાનો સમયગાળો ઓછો થશે.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય