અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને સૂચનો આપતાં ચૂંટણી અધિકારી
March 18, 2024
અમદાવાદ: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં સુશ્રી પ્રવીણા ડી.કે.એ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શની જાણકારી બાબતે નિગરાની રાખી ચૂંટણી વિભાગને માહિતી આપવા અંગે જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.એ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓ અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં અને મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર. ટી. જી. એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે, એવું જણાવાયું છે.
નોમિનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર, તેમના વિવાહિત સાથી અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.
આ બેઠકમાં બેન્ક મેનેજરો, પ્રતિનિધિઓ કઈ રીતે આવા ટ્રાન્ઝેક્શનનું ધ્યાન દોરી શકે તે માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી.
આ બેઠકમાં એક્સપેન્ડીચર મોનિટરિંગના નોડલ ઓફિસરશ્રી, જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેન્કના નોડલ ઓફિસરશ્રીઓ, લીડ બેંક મેનેજર શ્રી તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Stories
- Heavy rains in Valsad leave national highways battered, drone video of vehicles jumping goes viral
- Watch | Locals rescue dolphin near Bhavnagar coast
- Gujarat leads in implementation of PMFME scheme with 675 beneficiaries: Govt
- VMC displays photos of litterbugs on LED screens to expose offenders
- Gujarat's largest Passport Seva Kendra opens in Bapunagar of Ahmedabad
- Vadodara youth dies after bike slips while trying to avoid stray cow
- Gujarat mandates fixed police security fees for cricket matches