ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ

જૂન મહિનામાં જાપાનની જ સુઝુકી મર્સિડીઝ-બેન્ઝને પાછળ છોડીને જાપાનની ટોચની કાર આયાતકાર કંપની બની ગઈ. ભારતના ગુજરાત સ્થિત સુઝુકીના એકમમાં બને છે તે જિમ્ની નોમેડ આની પાછળ કારણભૂત છે. સુઝુકીની જીમ્મી એક નાનું સ્પોર્ટસ યુટીલીટી વ્હીકલ છે જે ગુજરાતના હાંસલપુર સ્થિત પ્લાન્ટમાં બને છે અને તેની મોટાપાયે જાપાન સહિતની સ્થળોએ નિકાસ થાય છે.

જાપાન ઓટોમોબાઈલ ઈમ્પોર્ટર્સ એસોસિએશનના ડેટા અનુસાર, જાપાની કાર નિર્માતા કંપની ગયા મહિને જાપાનમાં 4,780 વાહનો લાવી હતી, જે એક વર્ષ અગાઉ કરતા 230 ગણી વધુ છે. આયાતની આ સંખ્યા જર્મનીની મર્સિડીઝ-બેન્ઝને પાછળ છોડી ગઈ હતી. એપ્રિલમાં સુઝુકીએ પણ જાપાનમા આયાત થનારી ગાડીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

સુઝુકીના લોકપ્રિય જીમ્ની મોડેલનું વિસ્તૃત પાંચ-દરવાજાનું વર્ઝન, જિમ્ની નોમેડ, ખૂબ જ સફળ રહ્યું છે. ¥2.65 મિલિયન ($18,300) થી શરૂ થતી આ કારે એપ્રિલમાં વેચાણ શરૂ કરતા પહેલા લગભગ 50,000 પ્રી-ઓર્ડર મેળવ્યા હતા, જોકે સુઝુકીએ 1,200 યુનિટનો પ્રારંભિક માસિક વેચાણ લક્ષ્યાંક નક્કી કર્યો હતો. તેના કારણે કાર નિર્માતાને ભારે માંગને કારણે માત્ર ચાર દિવસ પછી ઓર્ડર બંધ કરવાની ફરજ પડી હતી.

સુઝુકી જુલાઈથી ભારતમાં જિમ્ની નોમેડનું ઉત્પાદન વધારવાની યોજના ધરાવે છે, જે કદાચ જાપાનમાં આ કારની થતી આયાતની સંખ્યામાં વધુ વધારો કરશે. સુઝુકીએ ઓક્ટોબરમાં બીજી ભારત-ઉત્પાદિત કોમ્પેક્ટ SUV, ફ્રોન્ક્સની આયાત કરવાનું પણ શરૂ કર્યું. સુઝુકીનો ભારતમાં કાર અને મોટરસાયકલનું ઉત્પાદન અને વેચાણ કરવાનો લાંબો ઇતિહાસ છે. ભારતમાં ઉત્પાદનનો ખર્ચ ઓછો છે.

સુઝુકીની ધારણા છે કે ભારતનું કાર બજાર 2047 સુધીમાં વાર્ષિક વેચાણમાં 20 મિલિયન યુનિટ સુધી પહોંચી જશે. 2030 સુધીમાં જાપાની ઓટોમેકરની પેટાકંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા 50% બજારહિસ્સો મેળવવાનું લક્ષ્ય છે.

તાજેતર ના લેખો