બેંકોના ખાનગીકરણ અંગે કોંગ્રેસે ફેલાવેલા ફેક ન્યૂઝને રિઝર્વ બેંકનો રદિયો

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભારતની બેંકિંગ વ્યવસ્થાને લગતા એક ફેક ન્યૂઝને પોતાના સોશિયલ મીડિયા ઉપર શૅર કરતાં એ બાબતે ભારતીય રિઝર્વ બેંકે રદિયો આપ્યો હતો.

વાસ્તવમાં કોઈ હિન્દી અખબારે બેંકોના ખાનગીકરણ અંગે મનઘડંત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એ અહેવાલમાં આરબીઆઈની વેબસાઇટ ઉપર પ્રકાશિત એક લેખનો હવાલો આપવામાં આવ્યો હતો. વેબસાઇટ પરના લેખના અમુક અંશોને આધારે હિન્દી અખબારે અહેવાલ લખી નાખ્યો હતો. તેને બરાબર વાંચ્યા-સમજ્યા વિના, અને તેમાં આપવામાં આવેલા આરબીઆઈના લેખના હવાલાની નોંધ લીધા વિના જ કોંગ્રેસ પક્ષના જયરામ રમેશે લખ્યું હતું કે, “આરબીઆઈની ચેતવણી! જાહેરક્ષેત્રની બેંકોની સંખ્યા પહેલાં 27 હતી તે ઘટીને 12 થઈ ગઈ છે. સરકારની યોજના હજુ ઘટાડો કરીને એક જ (બેંક) કરી દેવાની લાગે છે. આરબીઆઈનું કહેવું છે કે આવું પગલું મુશ્કેલી ઊભી કરશે. પરંતુ મોદી સરકાર હંમેશાં મનમાની કરે છે. નોટબંદી બાબતે પણ આરબીઆઈની વાત સાંભળી નહોતી.”

આ અંગે આરબીઆઈએ ગઇકાલે જ તત્કાળ સ્પષ્ટતા કરી હતી કે, સૌથી પહેલાં આરબીઆઈના લેખમાં લખવામાં આવ્યું જ છે કે, લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકોના પોતાના છે, ભારતીય રિઝર્વ બેંકના નહીં. બીજું, ઑગસ્ટ 2022ની એક અખબારી યાદી દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા તબક્કાવાર ખાનગીકરણ કરવાથી નાણાકીય સર્વસમાવેશના સામાજિક હેતુને પરિપૂર્ણ કરવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે તેને કોઈ વાંધો ન આવે.

આ ઉપરાંત આરબીઆઈ તેની વેબસાઇટ પરના લેખના કેટલાક મુદ્દાને ટાંકીને બેંકોના ખાનગીકરણ અંગે કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભયને નકારી કાઢ્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો