ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની વિવાદાસ્પદ પાદરી સાથે મુલાકાત

ચેન્નઈઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે. પરંતુ આ દરમિયાન તેમણે એક પાદરી ફાધર પી. જ્યોર્જ પોનૈયા સાથે પણ મુલાકાત કરી જેને કારણે વિવાદ થયો છે.

આ પાદરી જ્યોર્જ પોનૈયા હિન્દુઓ, હિન્દુ મંદિરો તેમજ ભારતમાતાનું અપમાન કરવાના આરોપસર હાલ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે.

પાદરી જ્યોર્જ પોનૈયાએ હિન્દુ પૂજા પદ્ધતિની મજાક ઉડાવી હતી ટલું જ નહીં પરંતુ ભારતમાતાની પણ મજાક ઉડાવી હતી. પાદરીએ કોરોના લૉકડાઉન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તેમજ તમિલનાડુના ભાજપના એક નેતા વિરુદ્ધ અપમાનજનક ઉચ્ચારણો કર્યા હતા. અને એ કેસમાં પણ તેની સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. પાદરીએ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના અરુમનાઈ ખાતે ગેરકાયદે બેઠક યોજી હતી.

પાદરીએ પોતાની સામેનો કેસ અને એફઆઈઆર પાછી ખેંચવા મદ્રાસ હાઈકોર્ટમાં રિટ કરી ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હિન્દુઓની ધાર્મિક ભાવના ઉપર બોલવાની જરૂર નહોતી. અરજદારે એવા લોકોની મજાક ઉડાવી છે જેઓ આ ધરતીને માતા ગણે છે.

પાદરી જ્યોર્જ પોનૈયાએ જુલાઈ 2021માં અત્યંત વાંધાજનક નિવેદન કરતાં કહ્યું હતું કે, ભારત ચેપી રોગોનું ઘર છે અને ગંદકીથી ખદબદે છે. તેના આવાં નિવેદનો બાદ તેમની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો જેને પગલે તેમની ધરપકડ પણ થઈ હતી.

પાદરીએ પોતાની વિરુદ્ધ એફઆઈઆર પાછી ખેંચવા મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરી ત્યારે જાન્યુઆરી 2022માં હાઇકોર્ટે કહ્યં હતું કે પાદરીની ટિપ્પણીથી ભારતીય દંડ સંહિતા ધારાની કલમ 295-એ હેઠળ ધાર્મિક ભાવનાઓ ઘવાઈ છે.

દેશ ગુજરાત