ઈન્દિરા ગાંધીની પ્રતિમા રાજસ્થાનમાં ખંડિત કરાઈ, પણ એક અખબારે ઘટના ગુજરાતની બતાવી!
September 19, 2022
જયપુરઃ રાજસ્થાનના કાજડા ગામે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની પ્રતિમાને કોઈ તોફાનીઓએ ખંડિત કરી નાખી હતી, પરંતુ એક મીડિયા જૂથના હિન્દી અખબારે એ ઘટના ગુજરાતની હોવાનું જણાવ્યું હતું. જોકે, હિન્દી અખબારે આવી માહિતી ટ્વિટ કર્યાના થોડા જ કલાકમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી દીધી હતી કે, એ ઘટના રાજસ્થાનની છે, ગુજરાતની નહીં.
અન્ય ઘણા મીડિયાએ આ ઘટનાની સાચી રીતે નોંધ લઇને માહિતી આપી હતી કે, ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડનાર મુકેશ ગુર્જર નામના યુવકને રાજસ્થાન પોલીસે પકડી લીધો હતો.
Bhaskar has still not deleted the Fake News.
Shamelessly blaming Gujarat for incident that happened in Congress ruled Rajasthan.
Bhaskar can't speak against @ashokgehlot51? https://t.co/pgKIcyA640
— Ankur Singh (@iAnkurSingh) September 19, 2022
હિન્દી અખબારે તેના ટ્વિટમાં લખ્યું હતું કે, ગુજરાતના કાજડા ગામમાં એક યુવકે પહેલા સોશિયલ મીડિયા પર ચેલેન્જ આપી અને પછી ગામના પાર્કમાં લાગેલી ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખી.
અંકુર સિંહ નામના અન્ય એક યુઝરે લખ્યું, આ હિટ જૉબ છે. કાજડા ગામ રાજસ્થાનના ઝુનઝુનુમાં છે, પરંતુ અખબાર દ્વારા ગુજરાતને જવાબદાર ઠેરવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
यह जगह राजस्थान में है ।
और ये घटना कोंग्रेस शासित प्रदेश की है https://t.co/jFaGdOyllW— Rishi Bagree (@rishibagree) September 19, 2022
જોકે, બાકીના તમામ મીડિયા જૂથની વેબસાઈટ ઉપર આ ઘટનાની સાચી માહિતી આપવામાં આવી હતી. બધાએ ઘટના રાજસ્થાનના ઝુનઝુનુના કાજડાની હોવાનું જણાવ્યું.
અહેવાલોમાં જણાવ્યા મુજબ મુકેશ ગુર્જર ટ્રક ડ્રાઇવર છે. તેણે વૉટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે પોતે ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખશે અને સાથે તેણે એવી પણ ધમકી ઉચ્ચારી હતી કે, તેના આ કાર્યની ટીકા કરનાર કે વિરોધ કરનારને એ જોઈ લેશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય