ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાઃ 5734 કિમી પરિભ્રમણ, 144 વિઘાનસભા ક્ષેત્રમાં 145 જાહેરસભાનું આયોજન
October 08, 2022
— ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ 12મી તેમજ 13મી ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમાં તબક્કાવાર થશે
— વિકાસનાં કામોની માહિતી લઇ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતાની વચ્ચે જશે
— કેન્દ્રીયમંત્રીઓ શ્રી પરષોત્તમ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવિયા, શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે
અમદાવાદઃ ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશીર્વાદ આપ્યા હતા તે તમામ ગૌરવપૂર્ણ વિકાસનાં કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ,24 કલાક વીજળી, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે.
આ યાત્રાઓ આગામી 12મી ઓક્ટોબરથી શુભારંભ થશે. ગૌરવ પૂર્ણ વિકાસનાં કામોની માહિતી લઇ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતાના આશીર્વાદ લેશે. પ્રદેશના યશસ્વી અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં યોજનાર આ યાત્રામાં કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી પરષોત્તમ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવિયા, શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા જોડાશે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ભાજપના નેતાઓએ જણાવ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના અલગ- અલગ જિલ્લઓના વિઘાનસભા વિસ્તાર કવર કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12મી ઓક્ટોબર સવારે 11-00 કલાકે બહુચારજી માતાના મઢથી પ્રારંભ થશે. ગુજરાત ગૌરવ યાત્રા 9 જિલ્લાના 33 વિઘાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિ.મીનો પ્રવાસ કરશે. આ કચ્છ ખાતે માં આશાપુરાના આશીર્વાદ સાથે સંપન્ન થશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઇ ખાતેથી પ્રસ્થાન થનાર છે. 13મી તારીખે આ યાત્રા ઉનાઇ માતાના મંદિરેથી બપોરે 02 કલાકે પ્રસ્થાન થશે અને ઉનાઇથી 13 જિલ્લામા 35 વિઘાનસભામાં આશરે 990 કિ.મી પરિભ્રમણ કરશે. આ યાત્રાનું 53 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે અને 09 દિવસ આ યાત્રા ફાગવેલ ભાથીજી મહારાજના આશીર્વાદ લઇ સંપન્ન થશે.
ત્રીજી યાત્રા ઉનાઇથી શરૂઆત થઇ ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સ્વરૂપે 14 જિલ્લામાં 31 વિઘાનસભામાં આશરે 1068 કિમી પ્રવાસ કરી 28 સભા સાથે માં અંબાના આશીર્વાદ સાથે અંબાજી ખાતે સમાપન થશે. આ બંન્ને યાત્રા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમાં પ્રસ્થાન થશે.
આ કાર્યક્રમમાં યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇએ સૌરાષ્ટ્રની યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિઘાનસભામાં પરિભ્રમણ કરશે, 145 જેટલી જાહેર સભા યોજાશે તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે. આ સમગ્ર યાત્રામાં ગુજરાતના ભાજપના આગેવાનો,રાજયના મંત્રીશ્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ગુજરાત ગૌરવ યાત્રાની ટુંકી વિગત
12 ઓક્ટોબર બહુચરાજીથી માતાનો મઢ સવારે -11-00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા
12 ઓક્ટોબર દ્વારકાથી પોરબંદર બપોરે 02-00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા
13 ઓક્ટોબર સંત સવૈયાનાથજી, ઝાંઝરકાથી સોમનાથ સવારે 11-00 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ
13 ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ બપોરે 02-00 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ
13 ઓક્ટોબર ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા – ઉનાઇ માતાથી અંબાજી બપોરે 02-00 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર