ગુજરાતે 100 ટકા “હર ઘર જલ” લક્ષ્યાંક હાંસલ કર્યું, વડાપ્રધાને આપ્યા અભિનંદન

ગાંધીનગરઃ  ગુજરાતે ગઇકાલે બુધવારે નવા વર્ષના પ્રારંભે “હર ઘર જલ” અભિયાનમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. ગુજરાતની આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ વધાવી લીધી હતી.

@narendramodi

ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન…આ જળ શક્તિ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે. – તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના મંત્રીના ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું હતું.

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશ પટેલે નવા વર્ષની સવારે પોતાના સોશિયલ મીડિયા પર માહિતી શૅર કરી હતી કે,

@Rushikeshmla

અભિનંદન!

ગુજરાતમાં નલ સે જલ – #JalJeevanMission 100% પૂર્ણ

વડાપ્રધાન શ્રી @NarendraModi  સાહેબના અને મુખ્યમંત્રી શ્રી

@Bhupendrapbjp  જીના નેતૃત્વ હેઠળ સરકારે નૂતન વર્ષમાં રાજ્યની વિકાસ યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ પ્રગતિનો ઉમેરો કર્યો છે. આ સાથે ઋષિકેશ પટેલે નલ સે જલ અભિયાનની સફળતાનો વીડિયો પણ શૅર કર્યો હતો (https://twitter.com/i/broadcasts/1OdJrzkXYZXJX )

દેશમાં સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોમાં ભણતાં બાળકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય નિશ્ચિત કરવા માટે પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 દિવસનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે બીજી ઑક્ટોબર, 2020ના રોજ કર્યો હતો.

જલ જીવન મિશનનો હેતુ માતાઓ અને બહેનોને ઘરવપરાશ માટે દૂર દૂરથી પાણી લાવવાની મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવાનો અને એ રીતે મહિલાઓનું આરોગ્ય, શિક્ષણ તથા સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાનો છે.

મિશન હેઠળ 16 મહિનાના ગાળામાં દેશભરમાં 8.47 લાખ સ્કૂલો તથા 8.67 લાખ આંગણવાડી કેન્દ્રોને શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે જેનો ઉપયોગ પીવામાં, મધ્યાહન ભોજન તૈયાર કરવામાં તથા ટોઇલેટમાં થાય છે. આ હેતુ પૂરો કરવા દેસમાં 93 હજાર વરસાદી પાણી સંગ્રહ સુવિધાઓ તથા ગંદા પાણીને શુદ્ધ કરવાના 1.08 લાખ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો