છઠ પૂજાઃ દિલ્હીમાં પ્રદૂષિત યમુના કાંઠા વિરુદ્ધ સ્વચ્છ સાબરમતી રિવરફ્રન્ટ

નવી દિલ્હીઃ દિવાળી પછીના ઉત્તર ભારતીયોના સૌથી પવિત્ર તહેવાર છઠ પૂજાનો મુદ્દો આ વર્ષે પણ ભારે વિવાદી બન્યો છે. દેશના અનેક નાગરિકો એક તરફ યમુના નદીની હાલત જોઇને ખેદ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ અન્ય લોકો પ્રદૂષિત યમુના અને અમદાવાદના સ્વચ્છ સાબરમતી રિવરફ્રન્ટની સરખામણી પણ કરી રહ્યા છે.

છઠ પૂજા નિમિત્તે આ વિવાદ વચ્ચે એક એવું સત્ય પણ બહાર આવ્યું છે કે, અમદાવાદમાં માંડ 2થી 3 ટકા લોકો રહે છે છતાં સાબરમતી નદી પરના ઘાટ અત્યંત સ્વચ્છ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ જે સ્થળે છઠ પૂજા માટે ઉત્તર ભારતીય લોકો એકત્ર થાય છે એ જગ્યાને છઠ ઘાટ નામ પણ આપવામાં આવ્યું છે. તેની સામે દિલ્હી-એનસીઆરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો છઠ પૂજા ઉજવતા હોવા છતાં છેલ્લા આઠ વર્ષથી, જ્યારથી કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર દિલ્હીમાં આવી છે ત્યારથી યમુના સ્વચ્છ કરવામાં નથી આવી.

આ મુદ્દે સોશિયલ મીડિયામાં વારંવાર એ વાત પણ આવી છે કે, કેજરીવાલ છેક 2015થી દર વર્ષે એક વખત યમુનાને સ્વચ્છ કરવાની યોજના જાહેર કરે છે, એ માટે કથિત રીતે ભંડોળની ફાળવણીની જાહેરાત કરે છે, પરંતુ છઠ પૂજાના દિવસે ઉત્તર ભારતના નાગરિકોએ કેમિકલયુક્ત અને ગંધ મારતી યમુના નદીમાં જ ના-છૂટકે પૂજન કરવું પડે છે.

સૌથી ગંભીર બાબત એ છે કે આ વર્ષે તો યમુનામાંથી ગંદગીને કારણે જામેલા ઝાગના ઢગલાને દૂર કરવા શુક્રવારે કેજરીવાલે ઝેરી રસાયણનો છંટકાવ કરાવ્યો હતો. https://twitter.com/ModiBharosa/status/1585920273064243200

અનેક મીડિયાએ છેલ્લા બે દિવસ દરમિયાન યમુના કિનારે મુલાકાત લઇને લોકોને પૂછ્યું ત્યારે લોકોએ ફરિયાદ કરી કે તેમના માટે દર વર્ષે છઠ પૂજા દુખદાયક બની રહે છે કેમ કે પાણીની ગંદકીને કારણે શરીર ઉપર ખંજવાળ આવે છે અને અમુક લોકોએ તો ચામડીના રોગ થઈ જવાની પણ ફરિયાદ કરી હતી.

દેશ ગુજરાત