દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો સાથે ૭ લાખથી વધુ ટિકિટો બુક કરી રૂ. ૧૬ કરોડથી વધુ આવક

સુરત: દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા તા.૨૯ ઓક્ટોબરથી ૦૪ નવેમ્બર ૨૦૨૪ સુધી ગુજરાતમાં કુલ ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. ૧૬ કરોડથી વધુની આવક એસ.ટી નિગમે કરી હતી આ ઉપરાંત ૪ નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં ૧.૪૧ લાખથી વધુ સીટોનું તેમજ રૂ.૩.૧૫ કરોડનું બુકિંગ કરીને અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સ્થાપ્યો હતો, સાથોસાથ સુરત ખાતેથી સૌથી વધુ ૧,૩૫૯ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી નિગમે ૮૬,૫૯૯ જેટલા મુસાફરોને સમયબદ્ધ પોતાના વતન પહોચાડી કુલ રૂ.૨.૫૭ કરોડની આવક કરી હતી, એમ માર્ગ પરિવહન વિભાગની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના નાગરીકોએ પોતાના માદરે વતન સહીત વિવિધ સ્થળોએ જવા માટે એસ.ટીની સલામત સવારી અપનાવે છે, જેના ભાગરૂપે તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગે ૮૫,૪૩૭ ટિકિટો બુક કરીને રૂ.૨.૦૦ કરોડથી વધુની આવક મેળવી છે, તા.૩૦ ઓક્ટોબરના રોજ ૮૩,૪૨૬ સીટો દ્વારા રૂ.૧.૯૬ કરોડથી વધુ, તા.૩૧ ઓક્ટોબરના રોજ ૮૨,૧૯૦ સીટો દ્વારા ૧.૯૨ કરોડથી વધુ, તા.૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ ૯૪,૦૧૮ સીટો દ્વારા રૂ. ૨.૧૬ કરોડથી વધુની આવક, તા.૨ નવેમ્બરના રોજ ૧,૦૨,૩૧૪ સીટો દ્વારા રૂ.૨.૨૭ કરોડ, ૩ નવેમ્બરના રોજ ૧,૨૮,૮૪૧ સીટો દ્વારા રૂ.૨.૮૪ કરોડથી વધુ તેમજ સૌથી વધુ ૪ નવેમ્બરે ૧,૪૧,૪૬૮ સીટોના બુકિંગ સાથે નિગમે રૂ.૩.૧૫ કરોડથી વધુની આવક મેળવી છે, એમ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

તાજેતર ના લેખો