૧ મે ગુજરાત સ્થાપના દિને પાટણ જિલ્લાને મળશે રૂ. 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ
April 30, 2022
પાટણ: રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાનાર છે.
આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. તેના પગલે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વિકાસની નવી ઉંચાઈ પ્રસ્થાપિત થશે. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે.
તેના પગલે પાટણ જિલ્લાના ચાર તાલુકા સહિત કાંકરેજ તાલુકના ખાતમુહૂર્ત નાગરિકોને પણ પાણીના કામોની વિશેષ ભેટ ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના ૩.૨૨ લાખ થી વધુ લોકોને સીધો લાભ મળશે.
રાજયના સ્થાપના દિવસે હાથ ધરાનાર વિકાસની હેલીમાં પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન ,પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થનાર છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10,000 વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે. રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 132351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26435.95 લાખના ખર્ચે તૈયાર થનાર છે જેનાથી 01 ગામની 1476 પાટણવાસીઓ લાભ લઇ શકનાર છે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થનાર છે .મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હુત થનાર છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પોષ્ટીક આહાર મળી રહેશે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થનાર છે .
ગુજરાતની સ્થાપના દિવસે મુખ્યમંત્રીશ્રી વિકાસ કામોના લોકાર્પણ કરનાર છે. આ વિકાસ કામોમાં 11 વિભાગાના 1261 કામોનં લોકાર્પણ થનાર છે. આ કામોમાં ગૃહ વિભાગના 03 કામો અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંક , પંચાયત વિભાગના સીસીરોડ઼. પેવર બ્લોક , ગટર લાઇન સહિત ગ્રામ સુવિધાના કામો, .રૂ 50 લાખના ખર્ચે સમોડા અને મીઠા ધરવા ખાતે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઓરૂમાણા, ગોલીવાડા અને નાંદોત્રી ખાતે સરકારી શાળાના મકાનનું લોકાર્પણ, રાધનપુર, સમી, પાટણ અને સરસ્વતી તાલુકાની 26 આંગણવાડીના મકાનોનું લોકાર્પણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના 26 કામો, જળ જીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત કામના લોકાર્પણ, સિધ્ધપુર નગરપાલિકાનું કામ, પાટણ નગરપાલિકાનું 01 કામ,વાગડોદ અને ધરમોડા ખાતે નવી અધતન આઇ.ટી.આઇ મકાન, શ્રમ અને રોજગાર વિભાગના 02 કામો, ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજનાના 25 કામો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1000 આવાસન લોકાર્પણોનો સમાવેશ થાય છે.
ગુજરાત ગૌરવ દિવસે ‘ગાશે ગુજરાત પાટણ ગાન’ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે
પાટણ ખાતે યોજાઇ રહેલા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણને ગૌરવ ગાનથી નાગરિકો પરીચીત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા 01 મે રવિવારના રોજ સાંજે 07-30 કલાકે યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત ‘ગાશે ગુજરાત પાટણ ગાન’ માં પાટણની પ્રભુતા ઉજાગર થશે. આ સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત તેમજ પાટણની યશગાથા વર્ણવામાં આવશે ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતો ને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના ૧૭૫ જેટલા પ્રસિધ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવશે. પાટણના સ્થાનિક ઇતિહાસ અને પાટણ ની પ્રભુતાને આ કાર્યક્રમમાં સુંદર રીતે વર્ણવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને સ્વાતંત્ર્ય સમરના મહા- નાયકો ની વંદના કરવામાં આવશે. ‘ગાશે ગુજરાત પાટણ ગાન’ કાર્યક્રમમાં પાટણ, પાલનપુર, ભૂજ, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદના કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે.
પોલીસ દ્વારા દિલધડક કરતબોનું આયોજન
પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પોલીસ વિભાગ પણ સહભાગી બન્યો છે. નાગરિકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન કરાયું છે.
પોલીસ હેડ ક્વાટર્સ પાટણ ખાતે શસ્ત્ર પ્રદર્શન
પાટણ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 01 મે સુધી શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજીત કરાયું છે. જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શન કરવામાં આવશે.
Related Stories
Recent Stories
- Gujarat govt transfers 3 IAS officers
- PM Modi attends Sneh Milan function at CR Patil's residence in Delhi
- Rajkot man held in Rs. 186 crore GST scam involving fake Input Tax Credit
- Commercial vehicle owners in Gujarat to boycott toll tax on Vadodara-Halol, Adalaj-Mehsana roads
- Gujarat govt declares 3% DA increase for staffers/pensioners wef 1st July 2024
- Meters to be mandatory for auto rickshaws in Ahmedabad from January 1
- Ahmedabad Traffic Police to use AI dashcam-equipped vehicles to issue e-memos