શરદ પવાર વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર અભિનેત્રીને જામીન ન મળ્યા

થાણેઃ સોશિયલ મીડિયા દ્વારા પોતાના મનની વાત રજૂ કરનાર એક મરાઠી અભિનેત્રી છેલ્લા 13 દિવસથી જેલમાં છે અને અદાલતમાંથી જામીન પણ મળતા નથી.

કેતકી ચિતાલે નામની અભિનેત્રીએ થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના સિનિયર નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવાર અંગે એક પોસ્ટ કરી હતી. પોલીસે તત્કાળ એ પોસ્ટ સામે પગલાં લઇને ગત 14મી મેએ કેતકીની ધરપકડ કરી હતી.

આ કેસમાં જામીન મેળવવા કેતકી ચિતાલેએ થાણેની મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે આજે એમ કહીને કેતકીની જામીન અરજી નકારી કાઢી હતી કે તેનો ગુનો ઘણો ગંભીર છે.

સ્વાભાવિક રીતે જ નેટિઝન્સ મેજિસ્ટ્રેટ કોર્ટના આ નિર્ણય સામે નારાજ છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

હજુ ગયા અઠવાડિયે જ જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલા શિવલિંગ અંગે અતિશય અભદ્ર અને અપમાનજનક પોસ્ટ કરનાર દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રતન લાલને તરત જામીન મળી ગયા હતા પરંતુ મહારાષ્ટ્રમાં શરદ પવાર અંગે પોસ્ટ કરનાર અભિનેત્રી હજુ પણ જામીન મેળવવા અસમર્થ છે.

તાજેતર ના લેખો